
જૂનાગઢ, 3 નવેમ્બર (હિ.સ.) : દાત્રાણા ગામના લેઉવા પટેલ સમાજના ભવ્ય સમૂહ લગ્ન ફરી વખત શરૂ કરવામાં આવ્યા છે, કોરોના મહામારીને કારણે બંધ કરાયેલું આયોજન ગોપીનાથ મહાદેવ સેવા સમિતિ અને સમસ્ત લેઉવા પટેલ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા.26 એપ્રિલ 2026ના સાંજે દાત્રાણા ગામ ખાતે યોજાશે. સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાના નેજા હેઠળ આયોજનની તૈયારીઓ સમાજના સહયોગથી શરૂ કરાઈ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં દાત્રાણામાં 850થી વધુ અને જુદા જુદા વિસ્તારોમાં કુલ બે હજારથી વધુ દીકરીઓને સમૂહ લગ્ન થકી સાસરે વળાવવામાં આવી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ