જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે જરૂરી સગવડો અંગે સમીક્ષા હાથ ધરાઈ
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : ​જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા OPD એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગ
જી.જી.હોસ્પિટલ પાર્કિંગ વ્યવસ્થા


જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : ​જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા OPD એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.

જાહેર જનતાના લાભાર્થે, જ્યારે OPD વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્કિંગ વ્યવસ્થા માટે કોલેજ કમ્પાઉન્ડની દિવાલની બહારનો વિસ્તાર તૈયાર કરવા માટેનું જાત નિરીક્ષણ કરીને તેની દરખાસ્તો તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીને સાદર કરવામાં આવી છે.

આ તમામ વિસ્તાર યોગ્ય પાર્કિંગ અને અન્ય જરૂરી સગવડો સાથે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેની OPD ને નવા બનાવેલા અત્યાધુનિક બાંધકામમાં શિફ્ટ કરવાની થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande