
કોઈમ્બતુર, નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, મંગળવારે સાંજે 6 વાગ્યે કોઈમ્બતુર પહોંચી રહ્યા છે. તેઓ ઓન્નીપલયમ નજીક બીલ્લીચીમાં એલ્લઈ કરુપ્પરયન મંદિરમાં એક ખાસ પૂજા (થિરુવિલક્કુ પૂજા) સમારોહમાં ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ સાંજે 5:55 વાગ્યે ભારતીય વાયુસેનાના એરબસ દ્વારા કોઈમ્બતુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરશે. ત્યારબાદ તેઓ કોઈમ્બતુર નજીક બીલ્લીચીમાં એલ્લઈ કરુપ્પરયન મંદિરમાં થિરુવિલક્કુ પૂજા સમારોહમાં ભાગ લેવા માટે રોડ માર્ગે રવાના થશે. સમારોહ પછી, ઉપરાષ્ટ્રપતિ એરપોર્ટ પર પાછા ફરશે અને સાંજે 7:35 વાગ્યે કોઈમ્બતુરથી રવાના થશે.
ઉપરાષ્ટ્રપતિની મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓન્નીપલયમમાં કરુપ્પરયન મંદિર અને તેની આસપાસના વિસ્તારો અને વીઆઈપી દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર પવન કુમારે, ઉપરોક્ત વિસ્તારોમાં આજે રાત્રે 8 વાગ્યા સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વરા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ