ભારત અને રોમાનિયા, વેપાર અને રોકાણને વેગ આપવા સંમત થયા
- આ વર્ષે ભારત-ઈયુ મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય બુખારેસ્ટ, નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.). મંગળવારે બુખારેસ્ટમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને રોમાનિયાના વિદેશ મંત્રી ઓઆના-સિલ્વિયા ત્સોઇઉ વચ્ચેની દ્વિપક
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ


- આ વર્ષે ભારત-ઈયુ મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય

બુખારેસ્ટ, નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.). મંગળવારે બુખારેસ્ટમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને રોમાનિયાના વિદેશ મંત્રી ઓઆના-સિલ્વિયા ત્સોઇઉ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન, બંને દેશો વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સહયોગને મજબૂત બનાવવા સંમત થયા. બેઠકમાં આ વર્ષે ભારત-યુરોપિયન યુનિયન (ઈયુ) મુક્ત વેપાર કરાર (એફટીએ) ને અંતિમ સ્વરૂપ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં ઊર્જા, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી. રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને બજારની પહોંચને સરળ બનાવવાના પગલાં પર પણ સંમતિ સધાઈ. બેઠક દરમિયાન, બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોની સમીક્ષા કરવામાં આવી. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની રોમાનિયામાં નિકાસ 1.03 અબજ અમેરિકી ડોલર થી વધુ થવાનો અંદાજ છે, જ્યારે 2023-24માં કુલ દ્વિપક્ષીય વેપાર આશરે 2.98 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચ્યો છે.

આ બેઠકમાં પુરવઠા શૃંખલાઓને વૈવિધ્યીકરણ કરવા, ધોરણો અને પરીક્ષણ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ઉત્પાદન ભાગીદારીનો વિસ્તાર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને પક્ષોએ ઉચ્ચ-સ્તરીય સંપર્કો ચાલુ રાખવા, વેપાર પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને રોકાણકારોની પહોંચ વધારવા માટે નિયમિત સંવાદ માટે એક માળખું સ્થાપિત કરવાનો નિર્ણય લીધો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande