'બાહુબલી ધ એપિક' ની કમાણીમાં ઘટાડો, 'ધ તાજ સ્ટોરી' ની હાલત પણ નબળી
નવી દિલ્હી , 5 નવેમ્બર (હિ.સ.) બે મોટી ફિલ્મો, પ્રભાસ અને એસએસ રાજામૌલીની ''બાહુબલી ધ એપિક'' અને પરેશ રાવલની ''ધ તાજ સ્ટોરી'', જે 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થઈ હતી, તે હવે તેમના બોક્સ ઓફિસ પ્રદર્શન મને લઈને ચર્ચામાં છે. '
ફિલ્મ


નવી દિલ્હી , 5 નવેમ્બર (હિ.સ.) બે મોટી ફિલ્મો, પ્રભાસ અને એસએસ રાજામૌલીની 'બાહુબલી ધ એપિક' અને પરેશ રાવલની 'ધ તાજ સ્ટોરી', જે 31 ઓક્ટોબરે

સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થઈ હતી, તે હવે તેમના બોક્સ ઓફિસ પ્રદર્શન મને લઈને ચર્ચામાં છે. 'બાહુબલી ધ એપિક' નો ઓપનિંગ

વીકેન્ડ સારો રહ્યો હતો, પરંતુ પાંચમા

દિવસે તેની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

રિલીઝ થયાના પાંચ દિવસ પછી, 'બાહુબલી ધ એપિક' નો બોક્સ ઓફિસ પર પ્રદર્શન ઘટી રહ્યો હોય તેવું

લાગે છે. સોમવારે ફિલ્મે આશરે ₹1.75 કરોડની કમાણી કરી હતી, જ્યારે મંગળવારે તે ઘટીને ₹1.65 કરોડ થઈ ગઈ હતી. સૈકનીલ્કના અહેવાલ મુજબ, ફિલ્મનું કુલ

કલેક્શન અત્યાર સુધીમાં આશરે ₹27.75 કરોડ પર પહોંચી ગયું છે. આ આંકડો અપેક્ષા કરતા ઘણો ઓછો

માનવામાં આવે છે. આ લગભગ ૩ કલાક અને 45 મિનિટ લાંબી ફિલ્મમાં બાહુબલી

અને બાહુબલી ૨ ના અદ્રશ્ય દ્રશ્યો જોડવામાં આવ્યા છે, પરંતુ દર્શકોનો

ઉત્સાહ ઓછો થતો જાય છે.

ધ તાજ

સ્ટોરીની ગતિ પણ ધીમી પડી છે. પરેશ રાવલની ધ તાજ સ્ટોરી એ પણ

અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સાધારણ પ્રદર્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 1

કરોડની કમાણી કરી હતી, અને રવિવારની

રજાને કારણે, ત્રીજા દિવસે

તેનું કલેક્શન 2.75 કરોડ પર પહોંચી ગયું હતું. જોકે, ચોથા દિવસે તે ઘટીને 1.૦6 કરોડ અને પાંચમા

દિવસે તે ઘટીને 1.35 કરોડ થઈ ગયું હતું. અત્યાર સુધીનો કુલ બિઝનેસ લગભગ 8.16 કરોડ

છે.જ્યારે તેનું

બજેટ 25-3૦ કરોડ હોવાનો અંદાજ છે.

બંને ફિલ્મો માટે આવનારા પડકારજનક દિવસો. આ આંકડા સ્પષ્ટપણે

દર્શાવે છે કે બાહુબલી ધ એપિક ની ચમક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે, અને ધ તાજ

સ્ટોરી પણ નોંધપાત્ર દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. હવે, એ જોવાનું બાકી

છે કે, શું બંને ફિલ્મો અઠવાડિયાના દિવસો પછી સપ્તાહના અંતે દર્શકોનો સાથ પાછો

મેળવશે કે નહિ!

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande