સલમાન ખાનની દેશભક્તિ ફિલ્મ, બેટલ ઓફ ગલવાન નું રિલીઝ માં લાંબી રાહ ....
નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.) બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, તેની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ બેટલ ઓફ ગલવાન માં સારા દેખાવ માટે તૈયાર છે. સિકંદર ની મધ્યમ સફળતા બાદ, દર્શકો હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ વારંવાર અપડેટ્સ શેર કરી રહ્યા
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન


નવી દિલ્હી, 4 નવેમ્બર (હિ.સ.) બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, તેની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ બેટલ ઓફ ગલવાન માં સારા દેખાવ માટે તૈયાર છે. સિકંદર ની મધ્યમ સફળતા બાદ, દર્શકો હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ વારંવાર અપડેટ્સ શેર કરી રહ્યા છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધ્યો છે. જોકે, નવીનતમ સમાચાર ચાહકોને નિરાશ કરી શકે છે, કારણ કે ફિલ્મની રાહ વધુ લાંબી હોઈ શકે છે.

બેટલ ઓફ ગલવાન ની રિલીઝમાં હવે મોડું થશે અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ શરૂઆતમાં જાન્યુઆરી 2026 માં રિલીઝ થવાની હતી, પરંતુ તાજેતરના અહેવાલો સૂચવે છે કે, હવે આ શક્ય નથી. સૂત્રો કહે છે, જાન્યુઆરીમાં રિલીઝ થવાની શક્યતા ઓછી છે, પરંતુ જૂનમાં રિલીઝ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. ટીમ જુલાઈ અથવા ઓગસ્ટમાં યોગ્ય રિલીઝ તારીખ પણ શોધી રહી છે.

'બેટલ ઓફ ગલવાન' ની વાર્તા અને કલાકારો: આ ફિલ્મ 2020 માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે, જેમાં 20 ભારતીય સેનાના સૈનિકો શહીદ થયા હતા. ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ, અભિલાષ ચૌધરી, અંકુર ભાટિયા, સિદ્ધાર્થ મુલી, વિપિન ભારદ્વાજ, જેન શો, હીરા સોહલ, હર્ષિલ શાહ અને અભિશ્રી સેન જોવા મળશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન હાલમાં ટીવી શો 'બિગ બોસ 19' હોસ્ટ કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande