
નવી દિલ્હી, 5 નવેમ્બર (હિ.સ.) 1997માં જ્યારે દેશભક્તિ ફિલ્મ 'બોર્ડર' રિલીઝ થઈ, ત્યારે તેણે દરેક
ભારતીયમાં ગર્વ અને દેશભક્તિની લહેર જગાવી દીધી. હવે, તે જ ગૌરવશાળી વારસાને
આગળ વધારવા માટે, 'બોર્ડર 2' ની તૈયારીઓ
પૂરજોશમાં ચાલી રહી છે. સની દેઓલની વાપસી પછી, ફિલ્મમાંથી વરુણ ધવનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી ઇન્ટરનેટ
પર ધમાલ મચાવી દીધી છે.
વરુણ ધવનનો જોશ ભર્યો લુક: પોસ્ટરમાં, વરુણ ધવન આર્મી
યુનિફોર્મમાં જોવા મળે છે. ગંભીર ચહેરો અને હાથમાં હથિયાર સાથેનો તેનો લશ્કરી
અવતાર દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. આ વખતે, વરુણ માત્ર એક પાત્ર જ નહીં, પરંતુ એક સૈનિકની
હિંમત, જુસ્સો અને
ઉત્સાહને મૂર્તિમંત કરતો જોવા મળશે. આ પોસ્ટરે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા
જગાવી છે, અને ચાહકો
ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સની દેઓલ અને વરુણ ધવનની સાથે, બોર્ડર 2 માં દિલજીત
દોસાંઝ, અહાન શેટ્ટી, મેધા રાણા, મોના સિંહ અને
સોનમ બાજવા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને જે.પી. દત્તા દ્વારા
સંયુક્ત રીતે નિર્મિત છે,
અને
કેસરી ફેમ અનુરાગ સિંહ દ્વારા, દિગ્દર્શિત છે. આ દેશભક્તિપૂર્ણ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ
પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે, સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે.પી. દત્તાની પુત્રી, નિધિ દત્તાએ આની
વાર્તા લખી છે. જે.પી. દત્તાએ બોર્ડર નું પણ દિગ્દર્શન કર્યું હતું, જેમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના અને
જેકી શ્રોફ જેવા કલાકારોના, યાદગાર અભિનય હતા.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ