દિવાળી ની રોશની વધી, યુનેસ્કોએ તેને અમૂર્ત ધરોહર જાહેર કરી
નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.). પ્રકાશનો તહેવાર દિવાળી, યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી છે. બુધવારે યુનેસ્કોની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આ સિદ્ધિ પર બધાને અભિન
દિવાળીને યુનેસ્કોના તહેવારોની યાદીમાં સામેલ કરાઈ


નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.). પ્રકાશનો તહેવાર દિવાળી, યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી છે. બુધવારે યુનેસ્કોની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આ સિદ્ધિ પર બધાને અભિનંદન આપ્યા અને આ તહેવારને ભારતીય સભ્યતાનો આત્મા ગણાવ્યો.

યુનેસ્કોનું 20મું સત્ર 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાઈ રહ્યું છે. આ બેઠક દરમિયાન, યુનેસ્કોએ દિવાળીને યુનેસ્કોના તહેવારોની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી. યુનેસ્કોએ એક્સ-પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી.

યુનેસ્કોની યાદીમાં દિવાળીના સમાવેશ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ-પોસ્ટ શેર કરી અને આ તહેવારને ભારતીય સભ્યતાનો આત્મા ગણાવ્યો. તેમણે લખ્યું, દિવાળી આપણી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે ઊંડે સુધી જોડાયેલી છે. તે આપણી સભ્યતાનો આત્મા છે. તે પ્રકાશ અને ધાર્મિકતા નું પ્રતીક છે. યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધુ વધારો કરશે. પોતાની એક્સ-પોસ્ટમાં ખુશી વ્યક્ત કરતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે લખ્યું, આ દિવાળીના વિશાળ સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અને લોકોને એક કરવામાં તેની ભૂમિકાની માન્યતા છે.

હાલમાં પંદર ભારતીય પ્રવૃત્તિઓ યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સૂચિબદ્ધ છે, જેમાં કુંભ મેળો, કોલકતાની દુર્ગા પૂજા, ગુજરાતનો ગરબા નૃત્ય, યોગ, વૈદિક મંત્રોચ્ચાર પરંપરા અને રામલીલાનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande