ખાટુશ્યામ દર્શને જતાં વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 28 ઈજાગ્રસ્ત
વલસાડ, 10 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના યાત્રાળુઓ માટે રાજસ્થાનમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીકર જિલ્લાના ફતેહપુર નજીક સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં વલસાડના 4 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 28 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થય
વલસાડના શ્રદ્ધાળુઓની બસનો ગમખ્વાર અકસ્માત


વલસાડ, 10 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના યાત્રાળુઓ માટે રાજસ્થાનમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીકર જિલ્લાના ફતેહપુર નજીક સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં વલસાડના 4 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 28 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી 7 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારની મોડી રાત્રે ફતેહપુર શેખાવાટીના જયપુર–બીકાનેર નેશનલ હાઇવે પર આ ભીષણ અકસ્માત થયો હતો. ગુજરાતના વલસાડના યાત્રાળુઓ લઈને જઈ રહેલી સ્લીપર બસ અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.

આ દુર્ઘટના રાત્રે અંદાજે 10:40 વાગ્યે બની હતી. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડના રહેવાસી હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજીના દર્શનાર્થી જઈ રહ્યા હતા. બસ બીકાનેર તરફથી જયપુર જતી હતી ત્યારે વિરુદ્ધ દિશામાં આવી રહેલા ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ઘણા યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતા.

હાદસા બાદ ઘટનાસ્થળે ચીસો-પોકાર મચી ગયો હતો. હાઇવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિક રહેવાસીઓએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બહુ જ મહેનત કરવી પડી હતી. તમામ ઘાયલોને ફતેહપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી 15 ગંભીર ઈજાગ્રસ્તોને સીકર રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં બસના ડ્રાઇવર કમલેશ અને મયંક નામના યાત્રાળુનું મોત થયું હોવાનું જાણી શકાયું છે, જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

બસમાં સવાર યાત્રાળુ શીલા બેને જણાવ્યું કે, અમમાંથી મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને બસમાં અફરાતફરી મચી ગઈ.

એડિશનલ એસપી તેજપાલ સિંહે જણાવ્યું કે

3 લોકોની ઘટનાસ્થળે જ મોત થઈ ગઈ હતી.

બાદમાં સારવાર દરમિયાન એક વધુ ઘાયલની મોત થઈ ગઈ હતી.15 ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા છે.હાલ પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને યાત્રાળુઓની સહાય માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande