
શ્રીનગર, નવી દિલ્હી, 11 ડિસેમ્બર
(હિ.સ.) ઓપરેશનલ કારણોસર ગુરુવારે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી
પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર,”દિવસ માટે
નિર્ધારિત ચાર ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આમાં અમૃતસર જતી ફ્લાઇટ્સ 6ઈ
6165 (૦9:45 કલાક), દિલ્હી જતી
ફ્લાઇટ્સ 6ઈ 6761 (17:35 કલાક), કલકતા જતી
ફ્લાઇટ્સ 6ઈ 6962 (18:45 કલાક) અને દિલ્હી
જતી ફ્લાઇટ્સ 6ઈ 2449 (2૦:4૦ કલાક)નો સમાવેશ
થાય છે. સ્પાઇસજેટની એક ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” દિલ્હી જતી ફ્લાઇટ એસજી ૬૬૪ 12:55
કલાકે કાર્યરત થઈ ન હતી. રદ કરાયેલ ફ્લાઇટ્સમાં બુક કરાયેલા મુસાફરોને ફરીથી
બુકિંગ અને વધુ સહાય માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ