ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત મુસાફરોને, ઇન્ડિગો ₹10,000 ના ટ્રાવેલ વાઉચર આપશે
નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.) દેશની અગ્રણી એરલાઇન, ઇન્ડિગો, જે કામગીરીમાં વિક્ષેપોનો સામનો કરી રહી છે, તેણે ગુરુવારે જાહેરાત કરી કે, તે ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત મુસાફરોને રાહત આપશે. ડીજીસીએનિયમો હેઠળ આપવામાં આવતા વળતર ઉપરાંત, કં
ઈન્ડીગો


નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.) દેશની અગ્રણી એરલાઇન, ઇન્ડિગો, જે કામગીરીમાં

વિક્ષેપોનો સામનો કરી રહી છે, તેણે ગુરુવારે જાહેરાત કરી કે, તે ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત

મુસાફરોને રાહત આપશે. ડીજીસીએનિયમો હેઠળ આપવામાં આવતા વળતર ઉપરાંત, કંપની અસરગ્રસ્ત

મુસાફરોને ₹10,000 ના ટ્રાવેલ

વાઉચર પ્રદાન કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર,”

3 થી 5 ડિસેમ્બર

દરમિયાન ફ્લાઇટ રદ થવાથી પ્રભાવિત મુસાફરોને આ વાઉચર આપવામાં આવશે. એરલાઇને દુઃખ

વ્યક્ત કર્યું કે 3, 4 અને 5 ડિસેમ્બરે

મુસાફરી કરનારા તેના કેટલાક ગ્રાહકો કેટલાક એરપોર્ટ પર ઘણા કલાકો સુધી ફસાયેલા હતા, અને ઘણા લોકો

ભીડથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. અમે આ ગંભીર રીતે પ્રભાવિત ગ્રાહકોને ₹10,000 ના ટ્રાવેલ

વાઉચર પ્રદાન કરીશું. આ ટ્રાવેલ વાઉચરનો ઉપયોગ આગામી 12 મહિનાની અંદર

કોઈપણ ઇન્ડિગો ટ્રીપ માટે થઈ શકે છે.”

કંપનીએ જણાવ્યું હતું કે,” આ વાઉચર હાલની સરકારી

માર્ગદર્શિકા હેઠળની તેની પ્રતિબદ્ધતા ઉપરાંત છે, જે હેઠળ ઇન્ડિગો ફ્લાઇટ બ્લોક સમયના આધારે ₹5,000 થી ₹10,000 સુધીનું વળતર

આપશે, જે ગ્રાહકોની

ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ

કરવામાં આવી હતી.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande