
નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.) સુપ્રસિદ્ધ સિતારવાદક અને ભારત રત્ન
પંડિત રવિશંકરની પુણ્યતિથિ પર, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી
મનોહર લાલ, કેન્દ્રીય મંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને ભાજપના સાંસદો સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ X પર તેમને
શ્રદ્ધાંજલિ આપી. તેમને યાદ કરતા આ નેતાઓએ કહ્યું કે,” પંડિત રવિશંકરે ભારતીય
શાસ્ત્રીય સંગીતને વિશ્વ મંચ પર એક નવી ઓળખ, ગૌરવ અને નવી ઊંચાઈઓ આપી. આ નેતાઓએ તેમના યોગદાનને ભારતીય
સંસ્કૃતિની અમૂલ્ય સંપત્તિ ગણાવી.”
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે,” પંડિત રવિશંકરે
ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે પ્રશંસા અપાવી અને ભારતના સાંસ્કૃતિક
વારસાના અસાધારણ રાજદૂત હતા. તેમની કાલાતીત કલા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી
રહેશે.”
કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે
કહ્યું કે,” ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં લઈ જવામાં પંડિત રવિશંકરનું યોગદાન
અજોડ છે અને હંમેશા યાદ રાખવામાં આવશે.”
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમને સંગીતના
સમર્પિત સેવક ગણાવ્યા. વિશ્વ મંચ પર ભારતીય સંગીતની ઓળખ સ્થાપિત કરવામાં તેમની
ભૂમિકા ઐતિહાસિક છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે લખ્યું કે,”
પંડિત રવિશંકર ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વના ખૂણે ખૂણે લઈ ગયા અને તેમની કલા
આજે પણ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે.”
પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ કમલજીત સેહરાવતે પણ તેમને
શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે,” વૈશ્વિક મંચ પર ભારતીય સંગીતને નવી ઊંચાઈઓ પર
પહોંચાડવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.”
ઉલ્લેખનીય છે કે, પંડિત રવિશંકર (1920-2૦12) ભારતીય
શાસ્ત્રીય સંગીતના મહાન સિતારવાદકોમાંના એક હતા. તેમણે મૈહર ઘરાનાના ઉસ્તાદ
અલાઉદ્દીન ખાન પાસેથી તાલીમ લીધી અને સિતારને વિશ્વ મંચ પર લાવ્યા. 196૦ના
દાયકામાં, બીટલ્સના જ્યોર્જ
હેરિસન તેમના શિષ્ય બન્યા,
જેના કારણે
પશ્ચિમી વિશ્વમાં સિતાર ધૂનો લોકપ્રિય થયા. તેમણે સત્યજીત રેની પાથેર પાંચાલી, અપરાજિતો અને
અપુર સંસાર જેવી ફિલ્મો માટે પણ સંગીત આપ્યું.
ચાર ગ્રેમી પુરસ્કારો, ઓસ્કાર નોમિનેશન અને અનેક દેશોના સર્વોચ્ચ સન્માનો મેળવનાર
પંડિત રવિશંકરને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમનો સંગીત વારસો
તેમની પુત્રીઓ, નોરા જોન્સ અને
અનુષ્કા શંકર દ્વારા વિશ્વભરમાં જીવંત છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ