લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યા, કોલકતાથી પોતાનો પ્રવાસ શરૂઆત
કોલકતા, નવી દિલ્હી,13 ડિસેમ્બર (હિ.સ.). આર્જેન્ટિનાના 2૦22 ફિફા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને આઠ વખતના બેલોન ડી''ઓર વિજેતા લિયોનેલ મેસ્સી ભારત પરત ફર્યા છે. મેસ્સી 13 ડિસેમ્બર, 2૦25ના રોજ શનિવારના રોજ સવારે કોલકાતા પહોંચ્યા
મેસ્સી


કોલકતા, નવી દિલ્હી,13 ડિસેમ્બર

(હિ.સ.). આર્જેન્ટિનાના 2૦22 ફિફા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને આઠ વખતના બેલોન ડી'ઓર વિજેતા

લિયોનેલ મેસ્સી ભારત પરત ફર્યા છે. મેસ્સી 13 ડિસેમ્બર, 2૦25ના રોજ

શનિવારના રોજ સવારે કોલકાતા પહોંચ્યા, જે તેમના ખૂબ જ અપેક્ષિત ભારતના ગોટ પ્રવાસ ની

શરૂઆત છે.

લગભગ 14 વર્ષ પછી ભારત પરત ફરતા, મેસ્સી તેમના

પ્રવાસ દરમિયાન દેશના ચાર મુખ્ય શહેરો - કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન

ફૂટબોલ ચાહકો માટે અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મેસ્સીની સાથે તેમની ક્લબ ટીમ, ઇન્ટર મિયામીના

સ્ટાર ખેલાડીઓ રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ પણ છે. ચાહકો મેસ્સીની એક ઝલક જોવા

માટે ઉત્સાહિત છે, ખાસ કરીને કલકતામાં, જે ભારતની ફૂટબોલ

રાજધાની તરીકે પણ ઓળખાય છે.

મેસ્સીની મુલાકાત, ભારતીય ફૂટબોલ માટે ઐતિહાસિક માનવામાં

આવી રહી છે અને તે દેશમાં નવી ઉર્જાનો સંચાર કરશે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande