
જિનેવા, નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.): આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) એ, ગુરુવારે રશિયા અને બેલારુસને વૈશ્વિક રમતોમાં પુનઃ એકીકરણ તરફ એક મોટું પગલું ભર્યું, આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘોને, આ દેશોની યુવા ટીમો અને રમતવીરોને રાષ્ટ્રધ્વજ અને ગીત હેઠળ સ્પર્ધા કરવાની મંજૂરી આપવાની સલાહ આપી.
આઈઓસી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એથ્લેટ્સને વિશ્વભરમાં રમતોમાં પ્રવેશ મેળવવાનો અને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત સ્પર્ધા કરવાનો મૂળભૂત અધિકાર છે. આ સંદેશનું રશિયા અને ઇઝરાયલ બંનેમાં સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં તાજેતરના સમયમાં રમતવીરોએ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.
આઈઓસી ના વડા કર્સ્ટી કોવેન્ટ્રીની અધ્યક્ષતામાં, ઓલિમ્પિક સમિટ માં આ અપડેટેડ વ્યૂહરચના અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આઈઓસી એ સ્પષ્ટ કર્યું કે આ ભલામણોને લાગુ કરવામાં સમય લાગી શકે છે, અને દરેક રમત સંગઠન યુવા ઇવેન્ટ ની પોતાની વ્યાખ્યા નક્કી કરશે.
આઈઓસી એ, એ પણ પુનરોચ્ચાર કર્યો કે રશિયાને હજુ પણ કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવવો જોઈએ નહીં, જોકે રમતવીરોની ભાગીદારી પરના નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. આ ભલામણ ખાસ કરીને ડાકાર 2026 યુથ ઓલિમ્પિક ગેમ્સ પર લાગુ પડે છે. હાલમાં, રશિયન ઓલિમ્પિક સમિતિ સસ્પેન્ડ છે અને તેના રાષ્ટ્રીય પ્રતીકો સાથે ભાગ લઈ શકતી નથી.
ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયન આક્રમણ પછી, રશિયન ટીમોને ફૂટબોલ અને એથ્લેટિક્સ સહિત અનેક રમતોમાંથી બાકાત રાખવામાં આવી છે. કેટલાક રશિયન અને બેલારુસિયન રમતવીરોએ તટસ્થ સ્થિતિ સાથે શિયાળુ રમતોમાં પાછા ફરવાનું શરૂ કર્યું છે.
ગયા વર્ષે, પેરિસ ઓલિમ્પિકમાં, કેટલાક રશિયન અને બેલારુસિયન રમતવીરોએ ધ્વજ અને રાષ્ટ્રગીત વિના તટસ્થ તરીકે સ્પર્ધા કરી હતી, જ્યારે આ દેશો પર ટીમ ઇવેન્ટ્સમાંથી પ્રતિબંધ અમલમાં રહ્યો હતો.
જ્યારે યુરોપિયન ફૂટબોલ એસોસિએશન (યુઈએફએ) એ, 2023 માં રશિયન અંડર-17 ટીમોને પરત ફરવાની મંજૂરી આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે 12 થી વધુ સભ્ય દેશો દ્વારા બહિષ્કારને કારણે તેને નીતિ પાછી ખેંચવી પડી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ