
કલકતા, નવી દિલ્હી, 13 ડિસેમ્બર
(હિ.સ.) ભારતના ત્રણ દિવસના પ્રવાસે શુક્રવારે મોડી રાત્રે કલકતા પહોંચેલા
પ્રખ્યાત આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સીનું, ઉષ્માભર્યું સ્વાગત કરવામાં
આવ્યું. ગઈકાલે મોડી રાત્રે કલકતા હવાઈમાંથક પર મોટી સંખ્યામાં ચાહકો તેમનું
ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા.
પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો શનિવારે વ્યસ્ત
કાર્યક્રમ છે. હાવડા બ્રિજ પર સવારે 9:30 થી 10:30 વાગ્યા સુધી ચાહકો અને રમતગમતના ઉત્સાહીઓ સાથે મેસ્સી માટે
એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ, મેસ્સી યુવા
ભારતી ક્રીરંગન (સોલ્ટ લેક સ્ટેડિયમ) જશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને સંગીત પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે
ખાસ આકર્ષણ મેસ્સી ઓલ સ્ટાર્સ વિરુદ્ધ ડાયમંડ હાર્બર ઓલ સ્ટાર્સ
ફૂટબોલ મેચ હશે.
મેસ્સી સવારે 1૦:5૦ વાગ્યે સ્ટેડિયમમાં પહોંચશે તેવી
અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન, તે વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરશે, બંગાળની ટ્રોફી
વિજેતા ટીમનું સન્માન કરશે અને યુવા ખેલાડીઓ સાથે એક ખાસ માસ્ટર ક્લાસ
સત્રમાં ભાગ લેશે. તેમને રાજ્ય સન્માન પણ પ્રાપ્ત થવાની યોજના છે.
આ કાર્યક્રમ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય
ફૂટબોલ સ્ટાર લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડે પોલ પણ હાજર રહે તેવી અપેક્ષા છે.
વધુમાં, મેસ્સી
મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીને
મળવાનું છે.”
કલકતા પ્રવાસ પછી, મેસ્સી ચાર રાજ્યોના પ્રવાસ પર નીકળશે. આમાં હૈદરાબાદ, મુંબઈ અને
દિલ્હીમાં ફૂટબોલ સંબંધિત કાર્યક્રમો, યુવા સંવાદ અને સન્માન સમારોહની શ્રેણીનો સમાવેશ થશે.
રમતગમતના ઉત્સાહીઓ પણ આ શહેરોમાં તેમના સ્વાગત માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 7૦ ફૂટ ઊંચી
પ્રતિમાનું અનાવરણ, સ્ટેડિયમ
પરિક્રમા અને બપોરે 2:૦5 વાગ્યે ખાનગી વિમાન દ્વારા ડાયમંડ હાર્બર તરફ તેમનું
પ્રસ્થાન પણ શામેલ છે.
આયોજકોનું કહેવું છે કે,” આ કાર્યક્રમ ફક્ત લિયોનેલ
મેસ્સીનું સન્માન જ નહીં,
પરંતુ વૈશ્વિક
મંચ પર ભારતની ફૂટબોલ સંસ્કૃતિને મજબૂત રીતે રજૂ કરવાની એક ઐતિહાસિક તક પણ હશે.”
ભારતમાં તેમના આગમનની યાદમાં, દેશના ચાર રાજ્યોમાં ખાસ કાર્યક્રમોની વિગતવાર
રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આયોજકો દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, મેસ્સીના
કાર્યક્રમો કલકતા તેમજ હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીમાં પ્રસ્તાવિત છે.
હિન્દુથાન સમાચાર / સંતોષ મધુપ / અભિમન્યુ ગુપ્તા / ઓમ
પ્રકાશ સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ