કર્ણાટકમાં ત્રણ વર્ષમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના, નારા લગાવવાના 12 કેસ નોંધાયા: ગૃહમંત્રી પરમેશ્વર
બેલગામ, નવી દિલ્હી,18 ડિસેમ્બર (હિ.સ.) કર્ણાટક રાજ્યના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરે, ગૃહને માહિતી આપી કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં ''પાકિસ્તાન ઝિંદાબાદ'' ના નારા લગાવવાના 12 કેસ નોંધાયા છે. ગુરુવારે સુવર્ણ સૌ
કેસ


બેલગામ, નવી દિલ્હી,18 ડિસેમ્બર

(હિ.સ.) કર્ણાટક રાજ્યના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરે, ગૃહને માહિતી આપી કે છેલ્લા

ત્રણ વર્ષમાં રાજ્યમાં 'પાકિસ્તાન

ઝિંદાબાદ' ના નારા લગાવવાના

12 કેસ નોંધાયા છે.

ગુરુવારે સુવર્ણ સૌધા ખાતે વિધાનસભા પરિષદના પ્રશ્ન અને

જવાબ સત્ર દરમિયાન મંત્રી પરમેશ્વર પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. ભાજપના સભ્ય

સી.ટી. રવિના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી પરમેશ્વરે જણાવ્યું કે,” 2023 થી 2025 દરમિયાન સ્વયંભૂ

ફરિયાદો અને જનતા તરફથી મળેલી ફરિયાદોના આધારે 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવવાના

12 કેસ નોંધાયા

હતા.”

તેમણે ગૃહને માહિતી આપી કે,” આ 12 કેસમાંથી

પાંચમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બે કેસમાં 'બી' રિપોર્ટ દાખલ

કરવામાં આવ્યા છે અને એક કેસમાં 'સી'

રિપોર્ટ દાખલ

કરવામાં આવ્યા છે. વધુમાં,

ત્રણ કેસમાં તપાસ

ચાલી રહી છે, અને બીજા કેસમાં FSL રિપોર્ટ પેન્ડિંગ

છે.”

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande