શિલ્પકાર રામ સુતારના નિધન પર, પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના નિધન પર શોક વ્યક્ત કર્યો. રામ સુતારને એક અસાધારણ કલાકાર ગણાવતા તેમણે કહ્યું કે તેમની કલાત્મક પ્રતિભાએ દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે

પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના નિધન પર શોક વ્યક્ત કર્યો. રામ સુતારને એક અસાધારણ

કલાકાર ગણાવતા તેમણે કહ્યું કે તેમની કલાત્મક પ્રતિભાએ દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી

સહિત અનેક ઐતિહાસિક સ્મારકો આપ્યા છે.

પ્રધાનમંત્રીએ એક એક્સ-પોસ્ટમાં કહ્યું કે,” રામ સુતારની

કૃતિઓ ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને

સામૂહિક ભાવનાની શક્તિશાળી અભિવ્યક્તિ છે અને હંમેશા તેમની પ્રશંસા કરવામાં આવશે.

તેમણે આવનારી પેઢીઓ માટે રાષ્ટ્રીય ગૌરવને અમર બનાવ્યું છે, અને તેમની રચનાઓ

કલાકારો અને સામાન્ય નાગરિકોને સમાન રીતે પ્રેરણા આપતી રહેશે.”

મોદીએ કહ્યું કે,” રામ સુતારના નિધનથી તેઓ ખૂબ જ દુઃખી છે.

તેઓ એક અસાધારણ શિલ્પકાર હતા. જેમની કલાત્મકતાએ ભારતને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ

યુનિટી સહિત અનેક પ્રતિષ્ઠિત સ્મારકો આપ્યા. તેમના કાર્યો હંમેશા ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને

સામૂહિક ભાવનાના શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે પ્રશંસા કરવામાં આવશે. તેમણે આવનારી

પેઢીઓ માટે રાષ્ટ્રીય ગૌરવને અમર બનાવ્યું છે. કલાની દુનિયામાં રામ સુતારના

યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ સ્વર્ગસ્થ કલાકારના પરિવાર, પ્રશંસકો અને

તેમના જીવન અને કાર્યથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.”

પ્રતિષ્ઠિત શિલ્પકાર રામ સુતાર, જેમને સ્ટેચ્યુ

ઓફ યુનિટીના પિતા માનવામાં આવે છે, તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર

ગામમાં થયો હતો. તેમને મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચર તરફથી સુવર્ણ

ચંદ્રક મળ્યો હતો. નવી દિલ્હીમાં સંસદ સંકુલમાં સ્થાપિત ધ્યાનસ્થ મુદ્રામાં

મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ

કૃતિઓમાંની એક છે.

રામ સુતારને 1999 માં પદ્મશ્રી અને 2016 માં પદ્મ ભૂષણથી

નવાજવામાં આવ્યા હતા. તેમને તાજેતરમાં મહારાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર, મહારાષ્ટ્ર

ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાતના કેવડિયામાં નર્મદા નદીની નજીક સ્થિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રથમ નાયબ વડાપ્રધાન

અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

છે, જે 182 મીટર ઊંચી

છે. તે ભારતની એકતાનું પ્રતીક છે.

હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande