એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) આજે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-887 ને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ હવામાંથી પાછી બોલાવવામાં આવી હતી. વિમાનનું ઇમર
એયર ઇંડિયા


નવી દિલ્હી, 22 ડિસેમ્બર

(હિ.સ.) આજે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ માટે

રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-887 ને ટેકઓફ

કર્યાની થોડી મિનિટો પછી જ હવામાંથી પાછી બોલાવવામાં આવી હતી. વિમાનનું ઇમરજન્સી

લેન્ડિંગ કરવામાં આવ્યું. બધા મુસાફરો સુરક્ષિત છે.

સત્તાવાર માહિતીમાં જણાવાયું છે કે,” એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-887 ને ટેકનિકલ સમસ્યાને

કારણે તેની મુંબઈ જતી મુસાફરી રદ કરવી પડી હતી અને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.

વિમાનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત છે. વિમાને દિલ્હી એરપોર્ટથી સમયપત્રક મુજબ

ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ પછી, કોકપીટમાં

ટેકનિકલ સમસ્યાના સંકેતો મળી આવ્યા હતા. પાયલોટે સાવધાની રાખી અને પાછા ફરવાનો

નિર્ણય લીધો.”

ઘટના પર પ્રતિક્રિયા આપતા, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે,” મુસાફરોની

સલામતી સર્વોપરી છે.” પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ” ફ્લાઇટ એઆઇ-887 ને ટેકઓફ પછી તરત જ

ટેકનિકલ સમસ્યાને કારણે, પરત ફરવું પડ્યું. વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે

ઉતર્યું અને જેમાં સવાર બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande