
વિશાખાપટ્ટનમ,નવી દિલ્હી, 24 ડિસેમ્બર
(હિ.સ.) ભારતીય મહિલા ટીમની ઓપનર શેફાલી વર્માએ કહ્યું કે,” ક્રિકેટ તેને સતત
શીખવે છે, અને સારા ખેલાડી
બનવા માટે પોતાની નબળાઈઓને સ્વીકારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
મંગળવારે વિશાખાપટ્ટનમમાં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય
મેચમાં શ્રીલંકા સામે ભારતને સાત વિકેટથી વિજય અપાવ્યા બાદ, શેફાલીએ આ નિવેદન
આપ્યું હતું.
શેફાલી વર્માએ 34 બોલમાં અણનમ 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ
મળ્યો હતો. મેચ પછી તેની રમતમાં આવેલા ફેરફારો અને તેના આત્મવિશ્વાસ વિશે વાત કરતા, શેફાલીએ કહ્યું
કે,” તેની બેટિંગ ખામીઓને સમજવી અને તેના પર કામ કરવું તેના માટે મહત્વપૂર્ણ
રહ્યું છે.”
શેફાલીએ કહ્યું, ક્રિકેટ હંમેશા તમને કંઈક શીખવે છે. તમારી
નબળાઈઓને સ્વીકારવી મહત્વપૂર્ણ છે; તો જ તમે સુધારો કરી શકો છો. શરૂઆતમાં બોલ થોડો સ્ટોપ સાથે
આવી રહ્યો હતો, તેથી મેં મેદાન
પર રમવાનો અને સિંગલ્સ લેવાનો પ્રયાસ કર્યો. બોલરોએ શરૂઆતની ઓવરોમાં સારી બોલિંગ
કરી, પરંતુ પછીથી
વસ્તુઓ અમારા પક્ષમાં થઈ.
તેણીએ મુખ્ય કોચ અમોલ મુઝુમદારનો પણ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું
કે,” કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કેવી રીતે કરવી તે અંગે તેણીને ખાસ
માર્ગદર્શન મળ્યું.”
શેફાલીએ કહ્યું, કોચે મને પહેલા જમીન પર રમવાની અને પછી તક
મળતાં હવામાં રમવાની સલાહ આપી. મેં મારી જાતને શાંત રાખી, જમીન પર રમવાનું
ચાલુ રાખ્યું, અને જ્યારે બોલ
બરાબર આવવા લાગ્યો, ત્યારે મેં રન
બનાવ્યા. મને વિશ્વાસ છે કે, જો હું જમીન પર રમીશ, તો હું ચોક્કસપણે રન બનાવી શકીશ.
નોંધનીય છે કે, શેફાલી વન ડેવર્લ્ડ કપના,
સેમિફાઇનલ અને ફાઇનલમાં ટીમમાં વાપસી કરી હતી, ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલની જગ્યાએ, જ્યાં તેણીએ
દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં અડધી સદી ફટકારી હતી અને બે વિકેટ લીધી હતી.
મેચની શરૂઆતમાં, ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ પાવરપ્લેમાં આક્રમક શરૂઆત કરી, જેનાથી ભારતીય
બોલરો પર દબાણ આવ્યું. જોકે, સ્નેહ રાણાના આગમનથી મેચનો માર્ગ બદલાઈ ગયો. બીમાર દીપ્તિ
શર્માની જગ્યાએ, રાણાએ ચાર ઓવરમાં
માત્ર 11 રન આપીને
અટાપટ્ટુની વિકેટ લીધી, જેનાથી
શ્રીલંકાના રન રેટ પર બ્રેક લાગી.”
અટાપટ્ટુના આઉટ થયા પછી શ્રીલંકાની ઇનિંગ્સ પડી ભાંગી.
હર્ષિતા સમરવિક્રમાને સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ બીજા છેડેથી તેમને ટેકો મળ્યો નહીં. ભારતીય સ્પિનરોએ
સતત દબાણ જાળવી રાખ્યું. વૈષ્ણવી શર્માએ મહત્વપૂર્ણ વિકેટો લીધી, જ્યારે શ્રી ચરનીએ
પ્રથમ મેચમાં ખરાબ શરૂઆતથી સ્વસ્થ થઈને, બે બેટ્સમેનોને આઉટ કર્યા. શ્રીલંકા માટે
ત્રણ રનઆઉટ પણ હાનિકારક સાબિત થયા, જેના કારણે ટીમનો સ્કોર સામાન્ય થઈ ગયો.
લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતે સ્મૃતિ મંધાનાને 16 રનમાં ગુમાવી
દીધી, પરંતુ પછી શેફાલી
વર્માએ જવાબદારી સંભાળી. તેણીએ સ્પિન અને ઝડપી બોલિંગ બંને સામે આક્રમક રીતે રન
બનાવ્યા. ઇનોકા રણવીરા અને શશિની ગિમ્હાની તેની આક્રમક બેટિંગનો ભોગ બન્યા.જ્યારે શેફાલીએ
ચમારી અટાપટ્ટુની એક ઓવરમાં 4, 6 અને 4 રન ફટકાર્યા. આ દરમિયાન, જેમીમાહ રોડ્રિગ્સે પણ સારી ભૂમિકા ભજવી, ઝડપથી સ્કોર
કર્યો.જેના કારણે ભારતે
12મી ઓવરમાં મેચ
જીતી લીધી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ