બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમમાં મર્ફી અને રિચર્ડસનનો સમાવેશ, નાથન લિયોનની સર્જરી થશે
મેલબોર્ન, નવી દિલ્હી,23 ડિસેમ્બર (હિ.સ.) બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઓફ-સ્પિનર ​​નાથન લિયોન ઈજાને કારણે ચોથી એશિઝ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 25 વર્ષીય ઓફ-સ્પિનર ​​ટોડ મર્ફીને તેમના સ્
ક્રિકેટ


મેલબોર્ન, નવી દિલ્હી,23 ડિસેમ્બર

(હિ.સ.) બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી

ઓફ-સ્પિનર ​​નાથન લિયોન ઈજાને કારણે ચોથી એશિઝ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 25 વર્ષીય

ઓફ-સ્પિનર ​​ટોડ મર્ફીને તેમના સ્થાને 15 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ

બોલર ઝાય રિચર્ડસન પણ ચાર વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની કગાર પર છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ આપી છે કે, એડિલેડ ટેસ્ટના

અંતિમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે 38 વર્ષીય નાથન લિયોનને, જમણા હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા થઈ

હતી. નિષ્ણાત સાથે પરામર્શ કર્યા પછી, સર્જરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે તે

લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે.’

મર્ફીને પ્રાથમિકતા મળી

ટોડ મર્ફીને, લિયોનના સ્થાને મેથ્યુ કુનમેન, કોરી રોચિઓલી અને

અનુભવી લેગ-સ્પિનર ​​મિશેલ સ્વેપ્સન પર પસંદગી આપવામાં આવી છે. મર્ફીએ અત્યાર સુધી

રમાયેલી સાત ટેસ્ટમાં 22 વિકેટ લીધી છે, જે બધી વિદેશમાં

રમાઈ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેમનો પ્રભાવશાળી શીલ્ડ ક્રિકેટ રેકોર્ડ પણ

છે.

જો મર્ફી એમસીજી ટેસ્ટ રમે છે, તો 14 વર્ષમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયા નાથન લિયોન સિવાય કોઈ

નિષ્ણાત સ્પિનરને ઘરેલુ ટેસ્ટમાં મેદાનમાં ઉતારશે.

કેપ્ટન કમિન્સ પણ બહાર

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ, પીઠની ઈજાને કારણે ચોથી

ટેસ્ટ રમશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય તેમના

વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન ના ભાગ રૂપે લેવામાં આવ્યો છે. સ્ટીવ સ્મિથ

ફરી એકવાર તેમની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરશે.’

બેટિંગ અને ઝડપી બોલિંગમાં ફેરફાર શક્ય છે

કમિન્સની ગેરહાજરીએ ઝડપી બોલિંગ આક્રમણમાં ખાલી જગ્યા બનાવી

છે, જેના માટે

બ્રેન્ડન ડોગેટ, માઈકલ નેસર અને

ઝાય રિચર્ડસન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. રિચર્ડસન તાજેતરમાં ખભાની સર્જરીમાંથી

પાછો ફર્યો છે અને ટેસ્ટમાં રમવાનું નિશ્ચિત માનવામાં આવતું નથી.

બેટિંગ વિભાગમાં ટીમ પસંદગી અંગે પણ સલાહ-સૂચનો ચાલુ છે.

ઉસ્માન ખ્વાજાએ ત્રીજી ટેસ્ટમાં 82 અને 4૦ રનના સ્કોર સાથે, જોરદાર વાપસી કરી હતી. જ્યારે જોશ ઇંગ્લિસ હજુ સુધી નંબર 7 પર ખાસ

પ્રભાવ પાડી શક્યો નથી.

પિચ પર સ્પિનની ભૂમિકા

એમસીજી ક્યુરેટર મેટ પેજે સંકેત આપ્યો છે કે, આ વખતે પિચ પણ

સ્પિન બોલરોને મદદ કરી શકે છે. જેમ કે તાજેતરની શીલ્ડ મેચ અને ભારત સામેની

ટેસ્ટમાં જોવા મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમ

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, ટોડ મર્ફી, માઈકલ નેસર, ઝાય રિચર્ડસન, મિચેલ સ્ટાર્ક, જેક વેધરાલ્ડ, બ્યુ વેબસ્ટર.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande