જોશુઆ સીલની ટીમે, ટાટા ઓપન 2025 માં પ્રો-એમ ઇવેન્ટ જીતી.
જમશેદપુર, નવી દિલ્હી,24 ડિસેમ્બર (હિ.સ.) યુગાન્ડાના વ્યાવસાયિક ગોલ્ફર જોશુઆ સીલની ટીમે, ટાટા ઓપન 2025 ગોલ્ફ ટૂર્નામેન્ટમાં પ્રો-એમ ઇવેન્ટ જીતી. જોશુઆ સીલની ટીમ, જેમાં એમેચ્યોર ખેલાડી પ્રથમ ચૌધરી, ગોકુલ ચૌધરી અને
મેચ


જમશેદપુર, નવી દિલ્હી,24 ડિસેમ્બર

(હિ.સ.) યુગાન્ડાના વ્યાવસાયિક ગોલ્ફર જોશુઆ સીલની ટીમે, ટાટા ઓપન 2025 ગોલ્ફ

ટૂર્નામેન્ટમાં પ્રો-એમ ઇવેન્ટ જીતી. જોશુઆ સીલની ટીમ, જેમાં એમેચ્યોર ખેલાડી

પ્રથમ ચૌધરી, ગોકુલ ચૌધરી અને

અજય કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે, તેણે 51.8 ના સ્કોર સાથે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

વિનય કુમાર યાદવની ટીમ 54.1 ના કુલ સ્કોર સાથે બીજા સ્થાને રહી. તેમની ટીમમાં એમેચ્યોર

ખેલાડી અનિલ કુમાર શુક્લા,

આલમ નૂરી અને

એમકે ઝાનો સમાવેશ થાય છે. ઇવેન્ટ દરમિયાન વિવિધ વ્યક્તિગત પુરસ્કારો પણ આપવામાં

આવ્યા હતા. વરુણ સોનીએ હોલ નંબર 8 પર સૌથી લાંબી ડ્રાઇવ માટે ઇનામ જીત્યું, જેમાં 321 યાર્ડ ડ્રાઇવ

હતી.

હોલ નંબર 7 પર 'ક્લોઝેસ્ટ ટુ ધ પિન' સ્પર્ધામાં, શરત કુમારે હોલ-ઇન વન સાથે બધાને આશ્ચર્યચકિત કર્યા.

દરમિયાન, હોલ 17 પર

ક્લોઝેસ્ટ ટુ ધ પિન એવોર્ડ મૃણાલ કાંતિ પૌલને મળ્યો, જેનો ટી શોટ હોલથી માત્ર 8.7 ઇંચ દૂર અટક્યો.

મોનિકા લુક્ટુકેએ હોલ 12 પર સ્ટ્રેટેસ્ટ ડ્રાઇવ એવોર્ડ

જીત્યો. તેનો શોટ ફેયરવેની વચ્ચે મૂકેલા દોરડા પર પડ્યો.

ટાટા ઓપન 2૦25ની આ પ્રો-એમ ઇવેન્ટ રોમાંચક મેચો અને ઉત્તમ

પ્રદર્શનને કારણે દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande