સુરતમાં 14મા માળેથી માતાએ પુત્ર સાથે છલાંગ લગાવી, બાળકનું મોત: માતા ગંભીર હાલતમાં
સુરત, 25 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રહેણાંક બિલ્ડિંગના 14મા માળેથી એક માતાએ પોતાના નાનકડા પુત્ર સાથે અચાનક નીચે ઝંપલાવી દીધું હતું. બંને નીચે પાર્ક કરેલી કાર પર પડ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે
Death


સુરત, 25 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રહેણાંક બિલ્ડિંગના 14મા માળેથી એક માતાએ પોતાના નાનકડા પુત્ર સાથે અચાનક નીચે ઝંપલાવી દીધું હતું. બંને નીચે પાર્ક કરેલી કાર પર પડ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું.

માતાને આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને માતાએ આવું પગલું કેમ ભર્યું તે અંગે વિવિધ પાસાઓ પરથી તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને સ્તબ્ધતા ફેલાવી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande