સીટીએમ બ્રિજ પર બ્રિજ પરથી કૂદે તે પહેલાં જ , એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો
અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં રોજબરોજ આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે સીટીએમ બ્રિજ પરથી છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા આવેલ યુવક પડતું મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્રિજ
સીટીએમ બ્રિજ પર બ્રિજ પરથી કૂદે તે પહેલાં જ , એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો


અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં રોજબરોજ આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે સીટીએમ બ્રિજ પરથી છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા આવેલ યુવક પડતું મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્રિજ પર ચડીને કૂદવાનો પ્રયાસ કરતો હોવાથી લોકોનું ટોળું પણ નીચે ભેગું થઈ ગયું હતું.

યુવક બ્રિજ પરથી પડતું મુકી જીવ ગુમાવે તે પહેલા જ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો હતો. યુવકે છલાંગ લગાવે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને સમજાવીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

યુવક બ્રિજ પરથી પડતું મૂકવાનો હતો તે સમયે જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને યુવકને બ્રિજની રેલીંગ પર ઉભેલો જોઈ ગયા હતા. યુવક બ્રિજની રેલીંગ પર ઊભો હોવાથી નીચે લોકોની ટોળું પણ એકઠું થઈ ગયું હતું. અંદાજે 10 મિનિટ સુધી નીચે ઊભેલા લોકોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈની વાત સાંભળવા માટે પણ તૈયાર નહતો.

જેથી એનએસયુઆઈ ના કેટલાક કાર્યકર્તાઓ યુવકની નજર ન પડે તે રીતે સીટીએમ બ્રિજ પર પહોંચી ગયા હતા. જેમાંથી એક કાર્યકર્તાએ યુવક બ્રિજ પરથી છલાંગ લગાવે તે પહેલા જ તેનો શર્ટ પકડી લીધો હતો. તેમાં છતાં યુવક પોતાનો શર્ટ કાઢીને બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જે બાદ યુવક એનએસયુઆઈના અન્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવતા હતા. તેમજ તેનો હાથ પકડી તેને સમજાવીને બ્રિજની રેલીંગ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો.જેથી પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande