થોળ સામુહિક આરોગ્ય કેન્દ્રની તલાટી મુલાકાત, આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન
મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ તા. કડી, જી. મહેસાણા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા થોળ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્
થોળ સામુહિક આરોગ્ય કેન્દ્રની તલાટી મુલાકાત, આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન


મહેસાણા,25 ડિસેમ્બર (હિ.સ.)

આજરોજ તા. કડી, જી. મહેસાણા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા થોળ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન OPD (બાહ્ય દર્દી સેવા), IPD (અંતરંગ દર્દી સેવા) તેમજ ડિલિવરી સંબંધિત કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે આરોગ્ય સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ગર્ભવતી માતાઓની સુરક્ષિત પ્રસૂતિ, માતા-શિશુ આરોગ્ય સેવાઓ અને રેકોર્ડ જાળવણી બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર – થોળ ખાતે યોજાયેલ મીટિંગમાં હાજરી આપી આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. મીટિંગ દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો મજબૂત બનશે તો લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચી શકશે. થોળ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande