પ્રધાનમંત્રી મોદી, આજે 'વીર બાલ દિવસ' રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કરશે
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે બપોરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી લગભગ 12:15 વાગ્યે આ કાર્યક્રમને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજ
નમો


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે બપોરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસની ઉજવણી માટે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી લગભગ 12:15 વાગ્યે આ કાર્યક્રમને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની ચિત્રાત્મક જાહેરાત શેર કરી છે. સત્તાવાર પ્રકાશનમાં વીર બાલ દિવસના મહત્વની પણ ચર્ચા કરવામાં આવી છે.

પ્રકાશન અનુસાર, કેન્દ્ર સરકારના નેજા હેઠળ, આજે વીર બાલ દિવસની ઉજવણી માટે દેશભરમાં કાર્યક્રમો યોજાશે. જેનો ઉદ્દેશ્ય લોકોને શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના અસાધારણ સાહસ અને સર્વોચ્ચ બલિદાનથી વાકેફ કરવાનો અને ભારતીય ઇતિહાસના આ યુવા નાયકોના અદમ્ય સાહસ, બલિદાન અને બહાદુરીનું સન્માન અને યાદ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ પણ હાજર રહેશે.

સત્તાવાર પ્રકાશન મુજબ, આ નાયકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આમાં વાર્તા અને કવિતા વાંચન, પોસ્ટર મેકિંગ અને નિબંધ લેખન સ્પર્ધાઓનો સમાવેશ થશે. આ કાર્યક્રમો શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ MyGov અને MyBharat પોર્ટલ દ્વારા ઓનલાઇન યોજાશે. નોંધનીય છે કે, 9 જાન્યુઆરી, 2022 ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, 26 ડિસેમ્બર ના રોજ 'વીર બાળ દિવસ' ઉજવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande