વડાપ્રધાન મોદીએ, વીર બાલ દિવસ પર સાહિબઝાદાઓને નમન કર્યા
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીર બાલ દિવસ નિમિત્તે સાહિબઝાદાઓના અપ્રતિમ બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું. તેમણે કહ્યું કે,” વીર બાલ દિવસ એ સાહિબઝાદાઓની હિંમત, બલિદાન અને સમર્પણને યાદ કરવાનો દ
નમો


નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીર

બાલ દિવસ નિમિત્તે સાહિબઝાદાઓના અપ્રતિમ બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું. તેમણે

કહ્યું કે,” વીર બાલ દિવસ એ સાહિબઝાદાઓની હિંમત, બલિદાન અને સમર્પણને યાદ કરવાનો દિવસ છે.”

એક્સપર શેર કરેલા તેમના સંદેશમાં, વડાપ્રધાને કહ્યું કે,” આ પ્રસંગ માતા

ગુજરીજીની અતૂટ શ્રદ્ધા અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના, અમર ઉપદેશોનું પણ સ્મરણ કરવામાં

આવે છે.” તેમણે કહ્યું કે,” વીર બાલ દિવસ એ હિંમત, નિશ્ચય સંકલ્પ અને ધર્મનિષ્ઠા સાથે જોડાયેલ

દિવસ છે.”

મોદીએ કહ્યું કે,” સાહિબઝાદાના જીવન અને આદર્શો આવનારી

પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. તેમણે દેશવાસીઓને તેમના મૂલ્યોને આત્મસાત કરીને

રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી.”

નોંધનીય છે કે, શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ

સિંહજીને ચાર પુત્રો હતા: સાહિબઝાદા અજીત સિંહ, સાહિબઝાદા જુઝાર સિંહ, સાહિબઝાદા જોરાવર સિંહ અને સાહિબઝાદા ફતેહ સિંહ. 17૦5માં

ચમકૌરના યુદ્ધમાં મુઘલ સેના સામે લડતા સાહિબઝાદા અજિત સિંહ અને સાહિબઝાદા જુઝાર

સિંહ શહીદ થયા હતા. દરમિયાન, નાના સાહિબઝાદા, જોરાવર સિંહ અને ફતેહ સિંહને ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા

બદલ સરહિંદમાં જીવતા ઇંટોમાં ચણી દેવામાં આવ્યા હતા. આ યાતના વચ્ચે માતા, ગુજરીજીએ

પણ પોતાનો જીવ આપ્યો. સાહિબઝાદાઓના આ સર્વોચ્ચ બલિદાનને ભારતીય ઇતિહાસમાં ધર્મ, સત્ય અને માનવીય

મૂલ્યોના રક્ષણના એક અનોખા ઉદાહરણ તરીકે, યાદ કરવામાં આવે છે. તેમની બહાદુરી, બલિદાન અને અટલ

શ્રદ્ધાને માન આપવા માટે, દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande