
નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહજી સાહસ, કરુણા અને બલિદાનના પ્રતીક છે. તેમનું જીવન અને ઉપદેશો આપણને સત્ય, ન્યાય, ધર્મ અને માનવીય ગૌરવને જાળવી રાખવા પ્રેરણા આપે છે. ગુરુજીના દ્રષ્ટિકોણથી પેઢીઓને સેવા અને નિઃસ્વાર્થ ફરજ તરફ માર્ગદર્શન મળ્યું છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિ પર, અમે તેમને આદરપૂર્વક નમન કરીએ કરીએ છીએ. તેઓ સાહસ, કરુણા અને બલિદાનનું પ્રતીક છે. તેમનું જીવન અને ઉપદેશો આપણને સત્ય, ન્યાય, ધર્મ અને માનવીય ગૌરવને જાળવી રાખવા પ્રેરણા આપે છે. ગુરુજીના દ્રષ્ટિકોણથી પેઢીઓને સેવા અને નિઃસ્વાર્થ ફરજ તરફ માર્ગદર્શન મળ્યું છે.
પ્રધાનમંત્રીએ, આ વર્ષની શરૂઆતમાં તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબની તેમની મુલાકાતને યાદ કરી, જ્યાં તેમણે શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌર જીના પવિત્ર જોર સાહિબના દર્શન કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ