
નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બે
મુખ્ય સંગઠનાત્મક નિમણૂકોને મંજૂરી આપી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતને
ક્રિએટિવ કોંગ્રેસ (પૂર્વ આઉટરીચ સેલ) ના પ્રમુખ અને રાહુલ પાંડેને પશ્ચિમ બંગાળ
પ્રદેશ કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પાર્ટી સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોમવારે એક
પ્રકાશનમાં જણાવ્યું હતું કે,’ બંને નિમણૂકો તાત્કાલિક અમલમાં આવશે.’ વેણુગોપાલે
જણાવ્યું હતું કે,’ ક્રિએટિવ કોંગ્રેસ નાગરિક સમાજ જૂથો, વિષય નિષ્ણાતો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો
અને મુદ્દા-આધારિત સંગઠનો સાથે સંવાદ સ્થાપિત કરવાના હેતુથી એક સમર્પિત પ્લેટફોર્મ
તરીકે સેવા આપશે.’ તેમણે જણાવ્યું કે, સેવા દળ કોંગ્રેસ પાર્ટીનું શિસ્તબદ્ધ અને
સામાજિક કાર્ય સંગઠન છે, જે પાયાના સ્તરે
લોકો સુધી પાર્ટીની વિચારધારા અને કાર્યક્રમો પહોંચાડવાનું કામ કરે છે.’
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ