વડાપ્રધાને નૌકાદળના જહાજ કૌંડિન્યની, પ્રથમ સફરને દેશના સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રતીક ગણાવ્યું
નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય નૌકાદળના નૌકાદળના જહાજ આઇએનએસવી કૌંડિન્યની પ્રથમ સફર પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે,” આ જહાજ ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરે
જહાજ


નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે

ભારતીય નૌકાદળના નૌકાદળના જહાજ આઇએનએસવી કૌંડિન્યની પ્રથમ સફર પર આનંદ વ્યક્ત કરતા

કહ્યું કે,” આ જહાજ ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરે

છે.”

વડાપ્રધાને એક એક્સ-પોસ્ટમાં કહ્યું કે,” આઇએનએસવીકૌંડિન્યને

પોરબંદરથી મસ્કત, ઓમાનની તેની

પ્રથમ સફર પર રવાના થતા જોઈને તેમને ખૂબ આનંદ થયો. પ્રાચીન ભારતીય ટાંકાવાળા

જહાજ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, આ જહાજ ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને

પ્રતિબિંબિત કરે છે.”

મોદીએ આ અનોખા જહાજના નિર્માણમાં ફાળો આપનારા ડિઝાઇનર્સ, કારીગરો, જહાજ નિર્માતાઓ

અને ભારતીય નૌકાદળને અભિનંદન આપતા કહ્યું કે,” તેમના સમર્પિત પ્રયાસોએ આ ઐતિહાસિક

જહાજને વાસ્તવિકતા બનાવી છે. તેમણે ક્રૂને સલામત અને યાદગાર સફરની શુભેચ્છાઓ પાઠવી.”

વડાપ્રધાને કહ્યું કે,” આ સફર ગલ્ફ ક્ષેત્ર અને તેનાથી

આગળના ભારતના ઐતિહાસિક દરિયાઈ જોડાણો પર ફરીથી ભાર મૂકે છે.”

નોંધનીય છે કે, આઇએનએસવી કૌંડિન્ય એ, 5મી સદીના ભારતીય

જહાજનું પુનર્નિર્માણ છે.જે પ્રાચીન સીવણ તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

આ જહાજ હવે ભારતીય નૌકાદળના કાફલાનો ભાગ છે. ભારતીય નૌકાદળનું આ સઢવાળું જહાજ

સોમવારે ગુજરાતના પોરબંદરથી મસ્કત, ઓમાન માટે તેની પ્રથમ સફર પર રવાના થયું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande