
નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે
સોમવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
નીતિન નવીન સાથે મુલાકાત કરી. તેમણે તેમને તેમની નવી જવાબદારીઓ બદલ અભિનંદન આપ્યા.
કેન્દ્રીય નાણાં પ્રધાનની, ભાજપ કાર્યકારી અધ્યક્ષ સાથેની
મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી, અને વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
નિર્મલા સીતારમણે, નીતિન નવીનને પાર્ટીમાં તેમની નવી ભૂમિકા બદલ અભિનંદન આપ્યા હતા
અને તેમને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.
નીતિન નવીનને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય
કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને પાર્ટી સંગઠનમાં
મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.જેનાથી ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહ
ફેલાયો છે. નીતિન નવીન તેમના સંગઠનાત્મક અનુભવ અને સક્રિય ભૂમિકા માટે જાણીતા છે.
અગાઉ, 26 ડિસેમ્બરેનીતિન નવીન
ગુવાહાટીની મુલાકાતે ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ