
ગુવાહાટી,નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત
શાહ આજે ગુવાહાટી પહોંચ્યા. લોકપ્રિય ગોપીનાથ બરદલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્મા દ્વારા ગૃહમંત્રીનું ઉષ્માભર્યું
સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી, ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા સીધા શ્રીમંત શંકરદેવના
જન્મસ્થળ બટદ્રબા થાન ગયા,
જ્યાં તેઓ એક
ભવ્ય સાંસ્કૃતિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રી ડૉ. શર્માએ અમિત શાહને આસામની પવિત્ર ભૂમિના
આધ્યાત્મિક શુભેચ્છક ગણાવ્યા અને કહ્યું કે,” તેમની મુલાકાત રાજ્ય માટે અત્યંત
મહત્વપૂર્ણ છે. આ મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી આસામના વારસા અને વિકાસ સાથે સંબંધિત
અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ રાજ્યના લોકોને સમર્પિત કરશે.” મુખ્યમંત્રીએ વિશ્વાસ
વ્યક્ત કર્યો કે, અમિત શાહની મુલાકાત આસામ માટે વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનના
નવા યુગની શરૂઆત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ