મહેસાણા જિલ્લાના ઊંઝાના સુણક ગામમાં બીએલઓ શિક્ષકોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન
મહેસાણા, 30 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા B.L.O. તરીકે સેવા આપતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાર યાદી સુધારણા સહિતની જવાબદારીઓ નિષ્પક્ષતા, તટસ્થતા અને ક્ષતિરહિત ચોકસ
મહેસાણા જિલ્લાના ઊંઝાના સુણક ગામમાં B.L.O. શિક્ષકોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન


મહેસાણા જિલ્લાના ઊંઝાના સુણક ગામમાં B.L.O. શિક્ષકોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન


મહેસાણા, 30 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા B.L.O. તરીકે સેવા આપતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાર યાદી સુધારણા સહિતની જવાબદારીઓ નિષ્પક્ષતા, તટસ્થતા અને ક્ષતિરહિત ચોકસાઈ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવાના બદલામાં આ સન્માન યોજાયું હતું.

સુણક ગામના B.L.O. શિક્ષકો સથવારા સુનિલકુમાર ઈશ્વરલાલ, પટેલ નિલમબેન કાનજીભાઈ તથા રાઠોડ મનીષાબેન દીપકભાઈએ પોતાની ફરજ જવાબદારીપૂર્વક નિભાવતાં પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમની આ સેવાઓને બિરદાવતાં સુણક ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ શ્રી અમરતજી કેશાજી રાજપૂત, ઉપસરપંચ સવિતાબેન ઠાકોર, તલાટીશ્રી દિગ્વિજયભાઈ તેમજ પંચાયતના સભ્યો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજુભાઈ પટેલ, રેવાભાઈ પરમાર, સોનલબેન ઠાકોર, ભાવિકાબેન શ્રીમાળી, રમીલાબેન રાજપૂત સહિત પંચાયતના સભ્યો તેમજ ગામના વડીલ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન B.L.O. શિક્ષકોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.

વક્તાઓએ જણાવ્યું કે, લોકશાહી વ્યવસ્થાની મજબૂતી માટે B.L.O.ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી અન્ય માટે પ્રેરણારૂપ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande