વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નિહાળ્યો
- અમદાવાદમાં 150 કલાકારો દ્વારા વડાપ્રધાનના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ - કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની
વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નિહાળ્યો


વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નિહાળ્યો


વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નિહાળ્યો


- અમદાવાદમાં 150 કલાકારો દ્વારા વડાપ્રધાનના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ

- કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નિહાળ્યો હતો.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જાણીતા કલાકાર સાઈરામ દવે સહિત કુલ 150 કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસના મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભાજપા સંગઠન મહામંત્રી રત્નાકરજી, મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વરિષ્ઠ સચિવઓ, કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, સંસ્કારધામના ચેરમેન ડૉ. આર.કે.શાહ, વાઇસ ચેરમેન મહેન્દ્ર ભટ્ટ તેમજ સંતો-મહંતો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

‘નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ અસરકારક રીતે રજૂ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande