ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને કેબિનેટની મંજૂરી, ખેડૂતોને મળશે મોટો લાભ
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્ય
मुख्यमंत्री भूपेंद्र पटेल की अध्यक्षता में कैबिनेट बैठक


સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB)ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય નરેન્દ્ર મોદી તથા અમિત શાહના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે. ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે નાબાર્ડ (NABARD) દ્વારા રજૂ કરાયેલી ‘એપ્રોચ નોટ’ના આધારે આ નવી બેંકો સ્થાપિત કરવામાં આવશે.

હાલની બેંકોનું વિભાજન, નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંકો

રાજ્યની મોટી જિલ્લા સહકારી બેંકોનું વિભાજન કરીને નવા જિલ્લાઓમાં અલગ-અલગ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો કાર્યરત થશે.

હાલની બેંક → નવી બનનારી જિલ્લા બેંક

પંચમહાલ બેંક → અરવલ્લી જિલ્લા બેંક

સાબરકાંઠા બેંક → અરવલ્લી જિલ્લા બેંક

સુરત બેંક → તાપી જિલ્લા બેંક

વડોદરા બેંક → છોટાઉદેપુર જિલ્લા બેંક

જામનગર બેંક → દેવભૂમિ દ્વારકા જિલ્લા બેંક

જૂનાગઢ બેંક → પોરબંદર જિલ્લા બેંક

ખેડા બેંક → આણંદ જિલ્લા બેંક

વલસાડ બેંક → ડાંગ અને નવસારી જિલ્લા બેંક

ખેડૂતોને શું ફાયદો થશે?

સરળ ધિરાણ: નવા જિલ્લાઓમાં પોતાની સ્વતંત્ર બેંક હોવાથી લોન અને અન્ય ધિરાણ પ્રક્રિયા સરળ બનશે.

સ્થાનિક સ્તરે સુવિધા: હવે ખેડૂતોને બેંકિંગ કામકાજ માટે મોટા જિલ્લાઓના મથક સુધી લાંબુ અંતર કાપવું નહીં પડે.

ગ્રામ્ય અર્થતંત્રને વેગ: સ્થાનિક સ્તરે નાણાકીય લેવડદેવડ વધતા ગામડાં અને જિલ્લાનું અર્થતંત્ર મજબૂત બનશે.

આગળની પ્રક્રિયા શું છે?

રાજ્ય મંત્રીમંડળની મંજૂરી બાદ હવે રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે આ પ્રસ્તાવ ભારતીય રિઝર્વ બેંક (RBI)ને મોકલશે. RBIની અંતિમ મંજૂરી અને લાયસન્સ મળ્યા બાદ આ તમામ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો વિધિવત રીતે કાર્યરત થશે.

રાજ્ય સરકારનો આ નિર્ણય ગુજરાતમાં સહકારિતા ક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને દીર્ઘકાળીન પગલું માનવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande