જામનગરમાં થર્ટી ફર્સ્ટના અનુસંધાને પોલીસ ચેકીંગમાં જુદા-જુદા સ્થળેથી પ્રોહિબિશનના 165 કેસ મળ્યા
જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં થર્ટી ફર્સ્ટના આયોજનને લઈ પોલીસ પણ સતર્ક બની છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. પોલીસ દ્વારા હાલ સતત વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના જુદા જુદ
વાહન ચેકીંગ


જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં થર્ટી ફર્સ્ટના આયોજનને લઈ પોલીસ પણ સતર્ક બની છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. પોલીસ દ્વારા હાલ સતત વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના જુદા જુદા સ્થળોએથી ગઈકાલે પ્રોહીબિશનના 165 કેસ કરી સપાટો બોલાવવામાં આવ્યો હતો.

બાય બાય 2025 અને વેલકમ 2026 ના વધાવવા માટે જામનગરમાં યુવાધન અધિ બન્યું છે. થર્ટી ફર્સ્ટના આયોજન લઈ પોલીસ દ્વારા કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે?

જે અંતર્ગત એસપી એ માહિતી આપતા જણાવ્યું કે પોલીસ દ્વારા હાલ જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે જામનગર જિલ્લામાં ડ્રાઇવ દરમ્યાન 165 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુગાર મામલે 18 કેસ અને દારૂનો નશો કરેલી હાલતમાં નીકળેલા 42 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં આરટીઓના નિયમના ભંગ બદલ 57 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. વધુમાં ફોરવીલમાં ડાર્ક ફિલ્મ લગાવી વાહન ચલાવતા 119 શખ્સોને પકડી પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. બીજી તરફ રોંગ સાઈડમાં આવી ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા પણ 21 શખ્સો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી છે.

થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણીના આયોજન અંગે એસપીએ જણાવ્યું કે જામનગર અને જામનગરની ભાગોળે લગભગ પાંચથી છ જગ્યાએ નવા વર્ષને લઈ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા આયોજકો સાથે મીટીંગ કરવામાં આવી હતી અને તેઓને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ અનિચ્છનીય બને કે તરત જ પોલીસનો સંપર્ક કરવો. આ ઉપરાંત પીધેલા શખ્સો આયોજનમાં એન્ટ્રી મેળવે તો તરત જ પોલીસનો સંપર્ક કરવા સહિતની સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande