
જામનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની ઓફિસને તસ્કરે નિશાન બનાવી હતી. કોઇ અજાણ્યો ઓફિસના તાળા તોડી કબાટમાં રાખેલ 75 હજારની રોકડ લઇ નાશી ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે તસ્કર સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી ચોરીના આ બનાવની મળતી વિગત મુજબ ગત્ તા.17-11-2025 ની રાત્રીના 9ઃ45 વાગ્યાથી તા.18-11-2025 ના સવારના 6ઃ00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો ચોર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની મેઇન ઓફિસનો લોક તોડી ઓફિસમાં રાખેલ કબાટનું તાળું તોડી રૂા.75,000 ની રોકડ રકમની ચોરી કરી નાશી ગયો હતો.
ચોરીના આ બનાવ અંગે શહેરના લીંડી બજાર વિસ્તારમાં રહેતાં અબ્દુલરસીદ મહમદહનીફ લુસવાલાએ સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કર સામે બીએનએસની કલમ મુજબ 305(એ), 331(4) મુજબ ગુન્હો નોંધી આજુબાજુના સીસીટીવી તપાસી અજાણ્યા તસ્કરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt