17 ડિસેમ્બરથી શરૂ થશે પરંપરાગત દવા પર વૈશ્વિક પરિષદ, અશ્વગંધા પર ખાસ ચર્ચા થશે...
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા યોજાનારી બીજી વૈશ્વિક પરંપરાગત દવા પરની પરિષદમાં, અશ્વગંધા ચર્ચાનો ખાસ વિષય બનશે. આ હેતુ માટે એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 17 થી 19 ડિસેમ્બર દરમિયાન, ભારત
ચર્ચા


નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા યોજાનારી

બીજી વૈશ્વિક પરંપરાગત દવા પરની પરિષદમાં, અશ્વગંધા ચર્ચાનો ખાસ વિષય બનશે. આ હેતુ

માટે એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 17 થી 19 ડિસેમ્બર દરમિયાન, ભારત

મંડપમ ખાતે યોજાનારી આ પરિષદમાં 1૦૦ દેશો ભાગ લેશે અને 2૦ દેશોના આરોગ્ય પ્રધાનો

હાજરી આપશે. સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

સોમવારે

રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે, એક પત્રકાર પરિષદમાં, આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ

જાધવે જણાવ્યું હતું કે,” આ વર્ષના શિખર સંમેલનનો વિષય સંતુલન પુનઃસ્થાપિત

કરવું: આરોગ્ય અને સુખાકારી માટે વિજ્ઞાન અને આદતો છે. આ પરિષદમાં 1૦૦ થી

વધુ દેશોના મંત્રીઓ, નીતિ નિર્માતાઓ, સંશોધકો, નિષ્ણાતો, ઉદ્યોગ

પ્રતિનિધિઓ અને ચિકિત્સકો ભાગ લેશે.”

અશ્વગંધા પર એક ખાસ સત્ર યોજાશે. તેમણે કહ્યું કે,” વિશ્વ

આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ),

ગ્લોબલ ટ્રેડિશનલ

મેડિસિન સેન્ટર (જામનગર) અને આયુષ મંત્રાલય દ્વારા આયોજિત, આ સત્રમાં વૈજ્ઞાનિક

પુરાવા, પરંપરાગત ઉપયોગો

અને વૈશ્વિક સ્વાસ્થ્યમાં અશ્વગંધાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

અશ્વગંધા ભારતની સૌથી પ્રખ્યાત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સાબિત ઔષધીય વનસ્પતિઓમાંની એક

છે.” જાધવે કહ્યું કે,”

વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત પરંપરાગત

દવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. આયુષ પ્રણાલીઓ - જેમાં આયુર્વેદ, યોગ અને

નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને

હોમિયોપેથીનો સમાવેશ થાય છે - સદીઓથી લોકોને સર્વાંગી આરોગ્ય ઉકેલો પૂરા પાડી રહી

છે અને હવે તે વિશ્વભરમાં વિશ્વસનીય પ્રણાલીઓ તરીકે સ્થાપિત થઈ છે.”

વિશ્વ આરોગ્ય

સંગઠન દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિયામક એમેરિટસ અને

ડાયરેક્ટર-જનરલના સલાહકાર ડૉ. પૂનમ ખેત્રપાલે જણાવ્યું હતું કે,” આ સમિટ વૈજ્ઞાનિક

પુરાવાના આધારે રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત, પૂરક અને સ્વદેશી

દવાઓને એકીકૃત કરવા માટે આગામી દાયકા માટે વૈશ્વિક રોડમેપ નક્કી કરશે.”

તેમણે સંશોધન, નવીનતા અને નિયમનકારી માળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર

ભાર મૂક્યો.

આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે,” ભારત

અશ્વગંધા ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. તેને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાના

પ્રયાસરૂપે, આ ​​વિષય પર ખાસ

સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ફાયદા અને અન્ય ઘણા પાસાઓ પર ચર્ચા

કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું હતું કે,” પરંપરાગત દવા પર બનાવેલ વૈશ્વિક ડિજિટલ

લાઇબ્રેરી પણ આ પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ લાઇબ્રેરીમાં 16 લાખથી વધુ

પ્રકાશનો શામેલ છે.જેમાંથી 70,000 થી વધુ ભારતીય છે. સંશોધકો આ લાઇબ્રેરીનો મફતમાં ઉપયોગ કરી

શકશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande