
કલકતા, નવી દિલ્હી,8 ડિસેમ્બર (હિ.સ)
પશ્ચિમ બંગાળમાં અગાઉ ખાસ યાદી નિરીક્ષકોની નિમણૂક કર્યા પછી, ભારતીય ચૂંટણી
પંચ (ઇસીઆઈ) એ, હવે પાંચ નવા
ખાસ યાદી નિરીક્ષકોની નિમણૂક કરીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ઇસીઆઈએ એસઆઈઆર-સંબંધિત તમામ પ્રક્રિયાઓનું વધુ કડક નિરીક્ષણ પૂરું પાડવા
માટે પાંચ વિભાગો - પ્રેસિડેન્સી ડિવિઝન, મેદિનીપુર, બર્દવાન, માલદા અને જલપાઇગુડીમાં અધિકારીઓને તૈનાત કર્યા છે. આ
નિમણૂકનો હેતુ ડ્રાફ્ટ મતદાર યાદીના વિતરણ, સંગ્રહ, ડિજિટાઇઝેશન અને પ્રકાશનમાં કોઈપણ ખામીઓને રોકવાનો છે.
કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર,”પ્રક્રિયાના
કોઈપણ તબક્કે કોઈ ભૂલો ન થાય તે માટે આ વખતે દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે.”
આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે:
1.પ્રેસિડેન્સી ડિવિઝન (કલકતા, હાવડા, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, નદિયા): રવિકાંત
સિંહ
2. મેદિનીપુર ડિવિઝન
(પશ્ચિમ અને પૂર્વ મેદિનીપુર, ઝાડગ્રામ, બાંકુડા, પુરુલિયા): નીરજ કુમાર બનસોર
3. બર્દવાન ડિવિઝન
(બીરભુમ, પશ્ચિમ અને પૂર્વ
બર્દવાન, હુગલી): કૃષ્ણ
કુમાર નિરાલા
4. માલદા ડિવિઝન
(માલદા, મુર્શિદાબાદ, ઉત્તર અને દક્ષિણ
દિનાજપુર): આલોક તિવારી
5. જલપાઇગુડી ડિવિઝન
(દાર્જિલિંગ, કલિમપોંગ, જલપાઇગુડી, અલીપુરદુઆર):
પંકજ યાદવ
આ પહેલા, આએએસ (નિવૃત્ત) સુબ્રત ગુપ્તાને, પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની સમગ્ર
પ્રક્રિયાની સમીક્ષા કરવાનું કામ, સોંપવામાં આવ્યું હતું. તેમણે રાજ્યના વિવિધ
વિસ્તારોની મુલાકાત લીધી હતી અને એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી હતી. હવે કમિશને
ડિવિઝનવાર, ખાસ ભૂમિકા નિરીક્ષકોની નિમણૂક કરીને દેખરેખને વધુ મજબૂત બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ