
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, જેમને
હી-મેન તરીકે ઓળખવામાં આવે છે, તેમનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. તેમના 90મા જન્મદિવસના
થોડા અઠવાડિયા પહેલા જ તેમની અચાનક વિદાય, ફિલ્મ ઉદ્યોગ અને તેમના લાખો ચાહકો માટે
વિનાશક આઘાત હતો. આજે પણ,
લોકો એ સ્વીકારવા
માટે તૈયાર નથી કે, હિન્દી સિનેમાના આ ચમકતા સ્ટારે કાયમ માટે અલવિદા કહી દીધું છે.
8 ડિસેમ્બરના રોજ, ધર્મેન્દ્રના
જન્મદિવસ નિમિત્તે, પુત્રી એશા દેઓલે
તેના પિતા માટે એક હૃદયસ્પર્શી સંદેશ શેર કર્યો, જેણે બધાને ભાવુક કરી દીધા.
એશા દેઓલે તેના પિતાને યાદ કરતી પોસ્ટ, તેમના મજબૂત સંબંધ
અને અતૂટ બંધનને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. એશાએ લખ્યું, મારા પ્રિય પપ્પા
માટે... આપણો સંબંધ, આપણો કરાર, સૌથી મજબૂત બંધન.
'આપણે' જીવનભર સાથે
રહીશું, બધી દુનિયામાં
અને તેનાથી આગળ. સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર, આપણે જુદા નથી. પપ્પા. હમણાં માટે, હું તમને મારા
હૃદયમાં અપાર કોમળતા અને પ્રેમથી સાચવી રાખ્યા છે. તમે મને તમારી પુત્રી તરીકે જે
આપ્યું છે તેને કોઈ ક્યારેય બદલી શકશે નહીં.
એશાએ તેના પિતાના ચાહકોને, એક સુંદર વચન આપ્યું. તેણીએ
લખ્યું, હું તમારા
પ્રેમને, લાખો ચાહકો સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ જે તમને મારા જેટલો જ
પ્રેમ કરે છે. હું તમને પ્રેમ કરું છું પપ્પા... તમારી દીકરી, તમારી એશા, તમારી
બિટ્ટુ.
નોંધનીય છે કે, ધર્મેન્દ્ર લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ
સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમને, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા હતા. 24 નવેમ્બરની સવારે,
તેમણે જુહુમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર
ફેલાઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ