
ગુજરાતી, 8 ડિસેમ્બર (હિ.સ.) 'બિગ બોસ 19' ને મળ્યો તેનો વિજેતા, જેમાં આ વખતે ટીવી સ્ટાર ગૌરવ ખન્નાએ ટ્રોફી પોતાના નામે
કરી. આ રોમાંચક અને ભાવનાત્મક સીઝનનો ભવ્ય સમાપન આખરે પરાકાષ્ઠાએ પહોંચ્યો.જ્યાં ગૌરવે અન્ય
તમામ સ્પર્ધકોને પાછળ છોડી દઈ, પોતાની શાનદાર સફર, દમદાર રમત, શાંત વર્તન અને સ્પષ્ટવક્તા જેવા વર્તનથી દર્શકોના દિલ જીતી
લીધા.
સમગ્ર સીઝન દરમિયાન તેમની બુદ્ધિમત્તા અને વ્યૂહરચનાએ તેમને એક મજબૂત
દાવેદાર તરીકે સ્થાપિત કર્યા, અને સમાપનમાં તેમણે સાબિત કર્યું કે, તેઓ ટ્રોફીને
સંપૂર્ણપણે લાયક છે. 7 ડિસેમ્બરના રોજ
યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં, શોના ટોચના પાંચ ફાઇનલિસ્ટ - પ્રણિત મોરે, ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક અને
તાન્યા મિત્તલ પોતાની ફાઈનલ લડાઈમાં ઉતર્યા. ભારે સ્પર્ધા પછી, ગૌરવે ટાઇટલ
જીત્યું, ટ્રોફી અને ₹50 લાખની ઇનામી રકમ
પોતાના નામે કરી. ફરહાના ભટ્ટ, સીઝનની પ્રથમ રનર-અપ રહી હતી.
ફિનાલે દરમિયાન સલમાન ખાનની, બસીર અલી પરની નારાજગી એ પણ
હેડલાઇન્સ બનાવી. સલમાને શોની ટીકા કરવા બદલ તેમને ઠપકો આપ્યો. તેમણે કહ્યું, તમે એ શોની ટીકા
કરી રહ્યા છો, જેણે તમને આટલું બધું આપ્યું. ફિનાલે દરમિયાન એક ભાવનાત્મક
ક્ષણ આવી, જ્યારે સલમાન ખાન સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ
ગયો.
ગ્રાન્ડ ફિનાલેમાં પણ સ્ટાર્સથી ભરપૂર મેળાવડો જોવા મળ્યો.
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે તેમની ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ
મેરી ના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા. કરણ કુન્દ્રા, સની લિયોન અને
ભોજપુરી સ્ટાર પવન સિંહે પણ મહેમાન કલાકારોની ભૂમિકા ભજવી હતી. અભિષેક બજાજ અને
અશ્નૂર કૌરના શાનદાર અભિનય,
અમલ મલિકના મધુર
અવાજે ફિનાલેની ભવ્યતામાં વધારો કર્યો.
બિગ બોસ 2006 માં ભારતમાં શરૂ
થયો હતો. આ શો અમેરિકન રિયાલિટી શો બિગ બ્રધર ના ફોર્મેટ પર આધારિત છે, જેમાં સ્પર્ધકોને
24x7 કેમેરા દેખરેખ
હેઠળ એક ઘરમાં સીમિત રાખવામાં આવે છે. બિગ બોસ, જે શોનું સંચાલન
કરે છે, તે ફક્ત તેના પ્રભાવશાળી
અવાજ દ્વારા જ દેખાય છે. ગયા સીઝનના વિજેતા કરણવીર મહેરા હતા.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ