
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસના સભ્ય પ્રિયંકા ગાંધીએ સોમવારે
લોકસભામાં સરકાર પર, લોકોનું ધ્યાન ભટકાવવાનો અને નકામી ચર્ચાઓમાં કિંમતી સંસદીય
સમય બગાડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે,” વંદે માતરમ કોંગ્રેસ માટે પવિત્ર છે
અને પાર્ટી તેના મહત્વને સ્વીકારે છે. ચર્ચા યોજવાનો સરકારનો હેતુ સ્વતંત્રતા માટે
બલિદાન આપનારા નેતાઓ પર નવા આરોપો લગાવવાનો છે, અને બંગાળમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે.”
પ્રિયંકાએ કહ્યું કે,”નહેરુએ, નરેન્દ્ર મોદી જેટલો સમય
વડાપ્રધાન રહ્યા છે તેટલો સમય જેલમાં વિતાવ્યો.” પ્રિયંકાએ શાસક પક્ષને નહેરુ
વિરુદ્ધની બધી ફરિયાદો પર એક સાથે ચર્ચા કરવાની સલાહ આપી, જેથી જનતાના કિંમતી
સમયનો ઉપયોગ તેમની સમસ્યાઓના ઉકેલ માટે થઈ શકે. મોંઘવારી, બેરોજગારી અને
મહિલાઓના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.
તેમણે કહ્યું કે નહેરુએ ઈશરો, ડીઆરડીઓ, આઇઆઇટી, આઇઆઇએમઅને એઈમ્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરી અને મોટા
પ્રોજેક્ટ્સનો પાયો નાખ્યો. આ વિના, વિકસિત ભારત કેવી રીતે બનાવી શકાય? નહેરુજી દેશ માટે
જીવ્યા અને તેની સેવા કરતા મૃત્યુ પામ્યા.
તેણીએ કહ્યું, મોટા શહેરોમાં પ્રદૂષણ છે, પરંતુ અમે નાની
નાની બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. તેણીએ એમ પણ કહ્યું, વંદે માતરમ દેશના
દરેક કણમાં હાજર છે,આ અંગે ચર્ચા થઈ શકતી નથી. તે આપણા રાષ્ટ્રના આત્માનો એક
ભાગ બની ગયું છે.
વંદે માતરમ ગીતની પહેલી બે પંક્તિઓને રાષ્ટ્રગીત તરીકે
અપનાવવા અંગે પૂછવામાં આવતા, પ્રિયંકાએ કહ્યું કે,.” તે બંધારણના ઘડવૈયાઓ અને બંધારણ
સભાના નેતાઓનું અપમાન છે.” તેણીએ કહ્યું કે,” ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતે બે
પંક્તિઓને અપનાવવાનું સમર્થન કર્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતે બંધારણ
સભામાં ફક્ત બે પંક્તિઓ અપનાવવા સામે વાંધો ઉઠાવ્યો ન હતો.”
તેણીએ કહ્યું કે,” શાસક પક્ષ તથ્યો પર નબળો છે.
પ્રધાનમંત્રીએ એ ઉલ્લેખ કરવામાં નિષ્ફળ ગયા કે, વંદે માતરમ ગીત સૌપ્રથમ 1896માં કોંગ્રેસના
અધિવેશનમાં ગવાયું હતું. તેમણે 1875માં રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવેલા પહેલા બે શ્લોકો
લખ્યા. સાત વર્ષ પછી,
1882માં, તેમણે આનંદ મઠમાં
રચનામાં ચાર શ્લોકો ઉમેર્યા. 193૦ના દાયકામાં, સાંપ્રદાયિક રાજકારણના ઉદય સાથે ગીતમાં ભાગલા પડવાનું શરૂ
થયું.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ