
નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ.): સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ), તેના પ્રમોટર્સ/ડિરેક્ટર્સ અને અજાણ્યા બેંક અધિકારીઓ સામે 57.47 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ ના જણાવ્યા અનુસાર, બેંક ઓફ મહારાષ્ટ્રની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, આરસીએફએલ એ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને અન્ય ગુનાહિત કૃત્યો દ્વારા બેંકને 57.47 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
બેંક ઓફ મહારાષ્ટ્રે 25 માર્ચ, 2020 ના રોજ આરસીએફએલ ના લોન ખાતાને એનપીએ જાહેર કર્યું અને 4 ઓક્ટોબર, 2025 ના રોજ તેને છેતરપિંડીભર્યું જાહેર કર્યું. કંપનીએ 31 બેંકો, નાણાકીય સંસ્થાઓ, એનબીએફસી અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત કોર્પોરેટ સંસ્થાઓ પાસેથી કુલ 9,280 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
સીબીઆઈએ મુંબઈની એક ખાસ અદાલત પાસેથી સર્ચ વોરંટ મેળવ્યા અને 9 ડિસેમ્બર, 2025 ના રોજ પુણેમાં આરસીએફએલની ઓફિસ અને ડિરેક્ટર દેવાંગ પ્રવીણ મોદીના રહેણાંક પરિસરમાં દરોડા પાડવાનું શરૂ કર્યું. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવી રહ્યા છે. દરોડા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ