દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વકીલઓની પેનલ તૈયાર કરાશે
•અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી હસ્તકના ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે અંબાજી,18 ફેબ્રુઆરી (હિ. સ) ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપીપોનિકાલ માટે દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વકીલોની પેનલ ત
AMBAJI MANDIR VAKIL NI TEEM TAIYAR KARSE


•અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી હસ્તકના ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે

અંબાજી,18 ફેબ્રુઆરી (હિ. સ) ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપીપોનિકાલ માટે દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વકીલોની પેનલ તૈયાર કરાશે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી હસ્તકના ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વકીલઓની પેનલ તૈયાર કરાશે. જે અન્વયે સાત વર્ષથી ઓછી નહી તેટલી મુદત માટે જિલ્લા કક્ષાએ/હાઈકોર્ટ ખાતે વકીલાત કરતા ૬૦ વર્ષથી ઓછી ઉમંર ધરાવતા સિનિયર પ્રતિષ્ઠિત વકીલોની પેનલ બનાવવામાં આવશે. સદર હું લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવી છે.આ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમુનાના અરજી ફોર્મમાં જરૂરી પ્રમાણત્રોની પ્રમાણિત નકલો સહીત તા.૨૫/૦૨/૨૦૨૫ સુધીમાં વહીવટદાર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીને મોકલી આપવાની રહેશે. અરજી ફોર્મ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની વેબ સાઈટ http://www.ambajitemple.in ઉપર Latest News માંથી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકાશે.નિયત સમયમર્યાદા બહાર મળેલ અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડયા સિવાયની અરજીઓ તથા અધુરી વિગતવાળી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉમેદવારોએ આ બાબતે જયારે ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ વહીવટદાર અને નાયબ કલેક્ટર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande