જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ભારતી આશ્રમ ખાતે, ત્રી દિવસીય મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ
જૂનાગઢ 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવે છે કે, તા. ૨૨/૦૨/૨૫ ને શનિવારના રોજથી વિધિવત રીતે મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ખાતે આવેલ ભગવાન ભવનાથ મહાદેવના મંદિર
જૂનાગઢ મહા રક્તદાન કેમ્પ નું આયોજન


જૂનાગઢ 23 ફેબ્રુઆરી (હિ.સ.) ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવે છે કે, તા. ૨૨/૦૨/૨૫ ને શનિવારના રોજથી વિધિવત રીતે મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ખાતે આવેલ ભગવાન ભવનાથ મહાદેવના મંદિરે પૂજન, અર્ચન કરીને ધજા ચડાવીને કરવામાં આવેલ હતો. ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ભારતી આશ્રમના બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 સ્વામી વિશ્વંભર ભારતી બાપુની જગ્યામાં મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય મહામંડલેશ્વર 1008 મહાદેવ ભારતી બાપુ ની અધ્યક્ષતામાં તા. ૨૨/૨૩/૨૪ - ૨૦૨૫ ત્રિ દિવસીય મહારક્તદાન કેમ્પનું ભવ્ય થી અતિ ભવ્ય આયોજન તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનુ આયોજન કરવામાં આવેલ છે.

આ મહાશિવરાત્રી પર્વમાં સૌરાષ્ટ્ર તથા દેશ-વિદેશથી પધારતા દરેક ધર્મ પ્રેમી લોકોને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો લાહવો લેવા અને મેળામાં આનંદ માણવાની સાથે પુણ્યનું ભાથું બાંધવા માટે શ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ ભારતી આશ્રમ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ મહા રક્તદાન કેમ્પ તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનું દીપ પ્રાગટ્ય શ્રી આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ, મહામંડલેશ્વર 1008 મહાદેવ ભારતી બાપુ, અગ્નિ અખડાના સભાપતિ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ, મહંત હરિગીરી મહારાજ, મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ, જીલ્લા કલેકટર અનિલ રાણાવસીયા, મહાનગરપાલિકાના કમિશ્નર ડૉ. ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા, સાધુ, સંતો સહીત ઉપસ્થિત ભક્તગણો દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશ્નર એચ.એસ. ઝાંપડા, આસિ. કમિશ્નર જયેશભાઈ વાજા (વ.), આસિ. કમિશ્નર કલ્પેશભાઈ ટોલીયા (ટે.), ડૉ. ભાવિન પઢારીયા (બ્લડ બેન્ક ઇન્ચાર્જ), અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા, ચિરાગભાઈ ગિરનાર ગ્રુપના સભ્યઓ સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, શૈલેષભાઈ દવે, ભરતભાઈ ભાટિયા, હરિભાઈ કારીયા, ગૌરવભાઈ પોપટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ મહારક્તદાન કેમ્પમાં સૌ પ્રથમ સાધુ, સંતોએ પોતાના રક્તનું દાન કરીને રક્તદાન મહાદાન ના સુત્રને સાર્થક કર્યું હતું. અને આ મહાશિવરાત્રી પર્વમાં ભારતી આશ્રમ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્ત ગણોને બહોળી સંખ્યામાં પોતાના રક્તનું દાન કરવાં માટે મહામંડલેશ્વર 1008 મહાદેવ ભારતી બાપુએ આહવાન કરેલું છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થનારું તમામ રક્ત જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગ માં આવતા થેલેસેમીયા-મેજર ગ્રસ્ત પીડીત બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande