પ્રસિદ્ધ સંગીતકાર, ગાયક આલાપ દેસાઇએ ગાંધીનગરવાસીઓને અવિસ્મરણીય જલસો કરાવ્યો
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : વરેણ્યંમ્ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા નિયમિત રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગાંધીનગરમાં યોજાઇ રહ્યા છે તે જ દિશામાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીની આર્થિક સહાયથી સાંસ્કૃતિક ધરોહર યોજના અંતર્ગત મુંબઈના પ્રસિદ્ધ યુ
વરેણ્યંમ્ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું


વરેણ્યંમ્ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું


વરેણ્યંમ્ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું


વરેણ્યંમ્ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું


ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) :

વરેણ્યંમ્ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા નિયમિત રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગાંધીનગરમાં યોજાઇ રહ્યા છે તે જ દિશામાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીની આર્થિક સહાયથી સાંસ્કૃતિક ધરોહર યોજના અંતર્ગત મુંબઈના પ્રસિદ્ધ યુવા સંગીતકાર અને ગાયક શ્રી આલાપ દેસાઇનો ગુજરાતી ગીત અને ગઝલનો એક સુંદર કાર્યક્રમ તા. 16 ફેબ્રુઆરી, રવિવારે રાત્રે 8 કલાકે શહેરના બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે યોજાયો હતો. વરેણ્યંમ્ કલ્ચરલ કલબના મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો ઉપરાંત ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર મીરાબેન પટેલ સાથે જ અનેક જાણીતા મહાનુભાવો આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા.

સુપ્રસિદ્ધ સ્વરકાર, ગાયક આશીતભાઈ દેસાઇ, વિખ્યાત ગાયિકા હેમાબેન દેસાઇ અને ગાંધીનગર શહેરના સન્માનનીય મેયર મીરાબેન પટેલે દીપ પ્રાગટ્ય સાથે જ સંસ્થાને અને તમામ કલાકારોને બિરદાવ્યા હતા. સિટી પલ્સ મલ્ટી વેન્ચર્સ લિમિટેડના મેનેજિંગ ચેરમેન અર્પિત મહેતા સાથે પણ તેમણે ગાંધીનગર શહેર અને સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે વાત કરી હતી.

પુરુષોત્તમ ઉપાધ્યાય એક અનુભવ હતા જેને વર્ણવી શકાય નહીં પણ અનુભવી શકાય તેમ કહેતા ગુજરાતના ગૌરવ એવ સ્વરકાર, ગાયક આશીતભાઈ દેસાઇએ પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયના વ્યક્તિત્વ, સ્વરાંકન અને તેમના પ્રદાન વિશે વિસ્તૃત વાતો કરી, તેમણે યથોચિત શબ્દાંજલી અર્પણ કરી હતી તો મંચ પરથી આલાપ દેસાઇએ ‘ કહું છું જવાનીને એકદમ આગવી શૈલીમાં રજૂ કરી તેમણે સ્વરાંજલી અર્પણ કરી હતી. પદ્મવિભૂષણ તબલા સમ્રાટ ઝાકિરહુંસૈનજી વિશે વાત કરતાં ઉસ્તાદ અલ્લારખ્ખા (અબ્બાજી) ના શિષ્ય તેવા આલાપ દેસાઇએ જણાવ્યું હતું કે ઝાકિરહુશેનજી ના જવાથી જાણે તબલા યુગ સમાપ્ત થઈ ગયો. આલાપ દેસાઇએ તેમના માતુશ્રી એવા શ્રીમતી હેમાબેન દેસાઈને એક સુંદર રચના ગાવા માટે મંચ પર આમંત્રીને જાણે દર્શકો માટે એકદમ સુખદ સરપ્રાઈઝ આપી હતી.

આલાપ દેસાઇએ તબલામાં વિશારદ કરવા ઉપરાંત ગુજરાતી સંગીતમાં સ્વરકાર અને ગાયક તરીકે મોખરાનું સ્થાન બનાવ્યું છે. સુપ્રસિદ્ધ બૉલીવુડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ, ગુજરાતી ફિલ્મ નટસમ્રાટના સંગીતકાર હોવા ઉપરાંત દેશવિદેશનમાં અનેક સન્માનનીય મંચ પર વિવિધ આધુનિક સ્વરાંકનો રજૂ કર્યા છે. આ કાર્યક્રમમાં પણ પ્રસિદ્ધ કવિઓ શ્રી મુકેશ જોશી, ખલીલ ધનતેજવી, મરીઝ વગેરેની રચનાઓ એકદમ આગવી રીતે રજૂ કરી પ્રેક્ષકો પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન જીલ્યું હતું. તેમની સાથે મુંબઈના વાંસળી વાદક નિનાદ માઉલેકર, સુરતના પ્રખ્યાત કીબોર્ડ પ્લેયર દર્શન ઝવેરી, ભરૂચનાં તબલાવાદક હાર્દિક પટેલ, અમદાવાદનાં ઓકટોપેડ વાદક અજય પટેલે આબાદ સંગત કરતાં વારંવાર ઓડિયન્સને તાલીઓથી વધાવી દેવા જાણે મજબૂર કરી હતી. તો આખા કાર્યક્રમને ગાંધીનગરનાં પ્રખ્યાત વ્યાખ્યાતા અને લેખિકા ડૉ. જીજ્ઞા વ્હોરાએ શબ્દથી સુપેરે સજાવ્યો હતો.

કાર્યક્રમના સંકલન કર્તા જીગર રાણા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે વરેણ્યમ્ કલ્ચરલ ક્લબ સતત આવા જ પ્રયોગશીલ છતાં વિશિષ્ટ કાર્યક્રમો નિરંતર કરતી રહેશે અને આવા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કલાકારોને ગાંધીનગરના આંગણે નિયમિત પોંખતી રહેશે. ગુજરાતી સુગમ સંગીત જેવા ખાસ વિષયના કાર્યક્રમમાં કોલેજના યુવાનોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ખૂબ આનંદથી માણ્યો હતો જેમાં તદ્દન નવી જ રચનાઓ રજૂ કરવામાં આવી હતી. માતૃભાષા દિવસની ઉજવણી નજીક હોય ત્યારે આવા કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં સતત હાજરી અને એ પણ યુવાનોની તે દર્શાવે છે કે આપણી માતૃભાષા ગુજરાતી અને તેનું સંગીત કેટલું સમૃદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande