દાહોદ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). જીલ્લા વિકાસ અધિકારી, સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ર્ડા.ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત રજીસ્ટ્રેશન ધરાવતા ડૉકટરશ્રીઓ (ગાયનેકોલોજીસ્ટ/ રેડીયોલોજીસ્ટ) નો દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તા ૧૮/૦૨/૨૦૨૫ના રોજ પી.સી ઍન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત માહિતી માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવેલ.
ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી એક્ટની અમલવારી તથા કાયદાની જોગવાઈઓના ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે તમામ અને ડોક્ટરશ્રીઓને સહયોગ આપવા અનુરોધ કરેલ .
દાહોદ જિલ્લો અતિપછાત આદીજાતી વસ્તી ધરાવતો હોય જેમાં દાહોદ જિલ્લામાં અતિજોખમી સગર્ભાઓની સંખ્યા ખુબ જ વધુ હોઇ અને સગર્ભાવસ્થામાં સોનોગ્રાફી કેમ કરાવવી તેના મહત્વ અંતર્ગત તથા માતામરણ -બાળમરણ અટકાવવા પણ સઘન ચર્ચા કરવમાં આવી.
”બેટી બચાવો – બેટી પઢાઓ” અંતર્ગત દીકરીઓને પણ જન્મવાનો અધિકાર છે. તે મુજબ જોખમી સગર્ભાઓ માટે સોનોગ્રાફીની જરૂરીયાત હોઇ તમામ ગાયનેકોલોજીસ્ટ/ રેડીયોલોજીસ્ટ ડોકટરશ્રીઓને શ્રેષ્ડા પ્રોજેકટ ધ્વારા સોનોગ્રાફી રિપોર્ટ કરવા માટે MOU કરવા અનુરોધ કરવામાં આવ્યો જે અન્વયે તમામ ડોકટરશ્રીઓએ પણ શ્રેષ્ઠા પ્રોજેકટ હેઠળ અતિ જોખમી સગર્ભા માતાઓની તપાસ કરવા માટે સંમત થયેલ તેઓને સરકારશ્રીના ન્યુનતમ ધારા-ધોરણ મુજબ પ્રોત્સાહિત રકમ આપવામાં આવશે.આ વર્કશોપમાં જિલ્લાના કુલ - ૫૫ જેટલા ગાયનેકોલોજીસ્ટ/ રેડીયોલોજીસ્ટ ડોકટરશ્રીઓ હાજર રહેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય