ભાવનગર 19 ફેબ્રુઆરી (હિ.સ.).
રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ