પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદરમાં જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી થતા માતા સંતાનનો જીવ બચ્યો છે. હિપેટાયટિસ બી પોઝિટિવ મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં સંતાનને જન્મ આપ્યો હતો. કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામ વાડી વિસ્તારમાં ના એક શ્રમિક મહિલા ઉંમર વર્ષ 19 જેઓ સગર્ભા હોય, તેમને પ્રસુતિની પીડા ઉપડતા શ્રમિક દ્રારા 108 માં કોલ કરવામાં આવ્યો હતો. કુતિયાણા 108 અબુલન્સ પર ફરજ પરના મહિલા ઇ એમ ટી મીનાક્ષી રાઠોડ અને પાઈલોટ સરમણભાઈ ચાવડાએ મહીલાને લેવા માટે સમય બગડ્યા વગર તુરંતજ નિકળી ગયા હતાં. આ મહિલાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ તપાસ કરતા આ સગર્ભા માતાને પ્રસુતીની પીડામાં ખૂબજ વધરો થવાથી આ મહિલાને રસ્તામા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. સાથે સાથે આ સગ્રભા માતાને ઝેરી કમળાની અસર હોય અને લોહીની ટકાવરી ખુબજ ઓછી હોવાથી આ મહિલા ખૂબજ જોખમી જાણતા 108 હેડ ઓફિસના ઇમરજન્સી ફિજીસિયન ડો. મિહિરની સલાહ થી આ મહિલાની ઇ એમ ટી મિનાક્ષી રાઠોડ દ્વારા સળતાપૂર્વક ડિલિવરી કરવામા આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા સંતાનને પોરબંદર લેડી હોસ્પીટલમાં સીફ્ટ કરવામા આવ્યા હતાં. આમ અતિ જોખમી ગણાતી પ્રસૂતિમાં 108 ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવતા માતા સંતાનનો જીવ બચ્યો હતો, દર્દીના પરિવારજનોએ 108 ના સ્ટાફને બિરદાવ્યો હતો. જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લા સુપરવાઈઝર જયેશગીરી મેઘનાથીએ પણ અભિનંદન પાઠવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya