ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાન સામે કોહલીનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ઘણા ઐતિહાસિક લક્ષ્યો બનાવ્યા
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં, પાકિસ્તાન સામેની મેચમાં વનડે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો. પોતાની ૨૮૭મી ઇનિંગમાં, કોહલી ૧૪,૦૦૦ વન ડે રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન
કોહલી


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં, પાકિસ્તાન સામેની મેચમાં વનડે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો.

પોતાની ૨૮૭મી ઇનિંગમાં, કોહલી ૧૪,૦૦૦ વન ડે રન

પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. પાકિસ્તાન સામેની મેચ પહેલા, તે આ ઐતિહાસિક

આંકડાથી માત્ર 15 રન દૂર હતો અને

ભારતના 242 રનના લક્ષ્યનો

પીછો કરતી વખતે તેણે આ સિદ્ધિ મેળવી. કોહલીએ અણનમ સદી સાથે, પોતાની ટીમને વિજય તરફ

દોરી, જે આ ફોર્મેટમાં

તેની 51મી સદી હતી.

તેણે સ્પિનર ​​ખુશદિલ શાહના શાનદાર કવર ડ્રાઇવ ફોર સાથે,

વિજયી રન બનાવ્યો અને આ રીતે તેની સદી પૂર્ણ કરી.

બોલના સંદર્ભમાં સૌથી ઝડપી ૧૪,૦૦૦ રન-

કોહલીએ આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ફક્ત ૧૪,૯૮૪ બોલનો સામનો

કર્યો હતો.જે સચિન તેંડુલકર (૧૬,૨૯૨) અને કુમાર સંગાકારા (૧૭,૭૮૯) કરતા ઘણો ઓછો હતો. વધુમાં, તેમણે ૧૪,૦૦૦ રન પૂરા

કર્યા ત્યાં સુધી, તેની સરેરાશ ઔસત ૫૭ થી વધુ હતી.જ્યારે તેંડુલકર

(૪૪.૧૯) અને સંગાકારા (૪૧.૭૩) ની સરેરાશ ૪૦ ના દશકામાં હતી.

દરેક 1,000 રનના માઇલસ્ટોન સુધી, પહોંચવાનો સૌથી ઝડપી

જૂન 2017 માં 8,000 વન ડે રન પૂરા કર્યા પછી કોહલીએ, દરેક 1,000 રનનો માઇલસ્ટોન

સૌથી ઝડપી સમયમાં પૂર્ણ કર્યો છે. તે હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની

યાદીમાં, ત્રીજા સ્થાનથી બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે સંગાકારા (૧૪,૨૩૪) ને પાછળ

છોડી દીધો છે.જ્યારે સચિન

તેંડુલકર ૧૮,૪૨૬ રન સાથે ટોચ

પર છે.

વનડેમાં સૌથી વધુ સદી અને પાકિસ્તાન સામે, ઐતિહાસિક સિદ્ધિ

કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર, બેટ્સમેન

પણ બની ગયો છે. તેણે 2023ના વર્લ્ડ કપ

દરમિયાન સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ

તોડ્યો હતો. આ સાથે, તે એશિયા કપ, વનડે વર્લ્ડ કપ

અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ફિલ્ડિંગમાં પણ નવો રેકોર્ડ-

આ મેચમાં કોહલીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો. તે ભારત માટે વન

ડેક્રિકેટમાં સૌથી

વધુ કેચ (૧૫૮) લેનાર ફિલ્ડર બન્યો હતો જે રેકોર્ડ બાદતેણે ભૂતપૂર્વ

કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande