4-5 માર્ચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓનું બે દિવસીય સંમેલન
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ચૂંટણી પંચે 4-5 માર્ચના રોજ નવી દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ મેનેજમેન્ટ ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય
4-5 માર્ચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓનું બે દિવસીય સંમેલન


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ચૂંટણી પંચે 4-5 માર્ચના રોજ નવી

દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ મેનેજમેન્ટ

ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે

દિવસીય પરિષદ યોજવાનું નક્કી કર્યું છે.

જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) તરીકે કાર્યભાર

સંભાળ્યા પછી આ પહેલીવાર આવી પરિષદ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, “પ્રથમ વખત, મુખ્ય ચૂંટણી

અધિકારીઓ (સીઈઓ) ને કોન્ફરન્સમાં

હાજરી આપવા માટે એક ડીઈઓ અને એક ઈઆરઓને નોમિનેટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વૈધાનિક

સત્તાવાળાઓ તરીકે, રાજ્ય, જિલ્લા અને

વિધાનસભા મતવિસ્તાર સ્તરે સીઈઓ, ડીઈઓ અને ઈઆરઓ મહત્વપૂર્ણ કાર્યો કરે છે.’

આ બે દિવસીય પરિષદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના

ચૂંટણી અધિકારીઓને એકબીજાના અનુભવો પર વિચાર-વિમર્શ કરવા અને તેમાંથી શીખવા માટે

એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. કોન્ફરન્સના પહેલા દિવસે આધુનિક ચૂંટણી વ્યવસ્થાપનના

મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા થશે, જેમાં આઈટીઆર્કિટેક્ચર, અસરકારક સંદેશાવ્યવહાર, સોશિયલ મીડિયા આઉટરીચને પ્રોત્સાહન અને ચૂંટણી પ્રક્રિયામાં

વિવિધ કાર્યોની વૈધાનિક ભૂમિકાઓનો સમાવેશ થાય છે. કોન્ફરન્સના બીજા દિવસે, રાજ્યો અને

કેન્દ્રશાસિત પ્રદેશોના સીઈઓ પાછલા દિવસની વિષયોની ચર્ચાઓ પર તેમની કાર્ય યોજનાઓ

રજૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande